Home Gujarat Betrayal Is In Pakistan Blood Anxious Atmosphere In Kutch

વિશ્વાસઘાત પાકિસ્તાનના લોહીમાં છે : કચ્છમાં ચિંતાનો માહોલ

વિશ્વાસઘાત પાકિસ્તાનના લોહીમાં છે
Published by: OBS Bureau
Last Updated: May 11, 2025, 06:44 AM IST

તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો હોવા છતાં, કચ્છ અને બનાસકાંઠાની સરહદી પર સ્થિતિ હજુ સ્થિર જણાતી નથી. પાકિસ્તાન તરફથી સતત હોતી ખલેલથી સરહદી વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. શાંતિના સંકેતો વચ્ચે ફરી ડ્રોનની પ્રવૃત્તિ જોઈ થતા સાવચેતી વધુ કડક કરવામાં આવી છે.

યુદ્ધવિરામ પછી માત્ર ત્રણ કલાકમાં ડ્રોન પ્રવેશનો પ્રયાસ

10 એપ્રિલે રાત્રે ભારત-પાકિસ્તાન વચ્ચે સિઝફાયરના નિર્ણય બાદ ફક્ત ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ઘૂસણખોરી શરૂ કરી દીધી હતી. કચ્છના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દેખાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે. તેની અસરરૂપે કચ્છ અને બનાસકાંઠાના 24 સરહદી ગામો ઉપરાંત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં સુરક્ષા કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. ભુજમાં સાયરન વાગાડી લોકોને સતર્ક થવા સૂચના અપાઈ હતી.

કચ્છના પોર્ટો પર અસર, 1971 જેવી સ્થિતિની છાયા
પાક. ડ્રોનના સતત ઘૂસણખોરીના પ્રયાસોને કારણે કંડલા અને અદાણી પોર્ટ જેવી મહત્વપૂર્ણ બંદરોની કામગીરી તાત્કાલિક અસરથી રોકવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ 1971ના યુદ્ધસમા તણાવપૂર્ણ બની ગયું હતું.

કચ્છના કુરન વિસ્તારમાં 8 મેની સવારથી પાકિસ્તાની ડ્રોન તોડી પાડવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ રાત્રે સીર ક્રીક નજીક વધુ ત્રણ ડ્રોન દેખાયા હતા. શુક્રવારે રાત્રે પણ લખપતના દરિયાકાંઠે ત્રણ ડ્રોન ભારતીય હદ તરફ આવતા નજરે પડ્યા હતાં. તદનંતર કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવરબેટ નજીક પણ ડ્રોન દેખાયા હતા – એ જ સ્થળ છે જ્યાં એક દિવસ પહેલાં ડ્રોન તોડી પાડવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now