આજે સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમાજિક, સરકારી અને સહકારી સંસ્થામાં આજે ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયા છે. ત્યારે આ બધાની વચ્ચે બરોડા ડેરી ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાજકીય માહોલ ગરમાયો હોય તેવું નિવેદન આપ્યું હતુ.
''હું કોઈનાથી ડરતો નથી.”
ધ્વજવંદન બાદ દિનુ મામાએ પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ખુલ્લી ચેલેન્જ આપી કહ્યું, “મારા વિરુદ્ધ કરાયેલા આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. જો આક્ષેપો ખોટા સાબિત થશે તો કોર્ટમાં જઈ કાયદાકીય કાર્યવાહી કરીશ. હું કોઈનાથી ડરતો નથી.”
''ખોટી રીતે આક્ષેપ કરશે તે ચલાવી લેવામાં આવશે નહી''
ચેરમેન દિનેશ પટેલે કહ્યું કે, ''આ સંઘમાં 1995થી આવું છે, ત્યારે મારી વિરૂદ્ધ જે લોકો ચળવળ ચલાવી રહ્યાં છે, તેમણે જેટલા પણ આક્ષેપ કર્યા જે તમામ વાહિયાત નીકળ્યા છે, ત્યારે આજે કહું છું કે, કા તો તમારા આક્ષેપ પુરવા કરો નહીં તો કોર્ટમાં તેનો સામનો કરવા માટે તૈયાર રહે. આ સંઘ પર ખોટી રીતે આક્ષેપ કરશે તે સહજ પણ ચલાવી લેવામાં આવશે નહી. તેમજ આક્ષેપ કરતા પહેલા પોતે શું કર્યો છે તેનો પણ ખુલાસો કરવો જરૂરી છે.
MLA કેતન ઇનામદારે દિનું મામાની ચેલેન્જ સ્વાકારી
દિનુ મામુ આપેલી ચેલેન્જને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સ્વીકારી કહ્યું કે, ''આગામી ચાર તારીખે સાધારણ સભા પહેલા હાજર રહી મંચ પરથી પુરાવા રજૂ કરશે, આ મુદ્દો રાજકીય નહીં, પરંતુ પશુપાલકોના હિતનો છે''.
અજિતસિંહ ઠાકોર શું કહ્યું?
આ સમગ્ર મામલા બાદ અજિતસિંહ ઠાકોર કહ્યું કે, ''માત્ર બે લોકો ડેરીનો વહીવટ ચલાવે છે અને ડિરેક્ટરો-મંત્રીઓને બોલવાની આઝાદી નથી''. વધુમાં કહ્યું કે, તેઓ ફક્ત ફોર્ચ્યુનર લઈને પાદરા ફરવાના તેમજ તેમણે ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર હોવાનું જાહેર કર્યું''.

_873dce75-2cc3-41ec-9c92-84600407fb7a.jpg)




