Bank Holiday: જો તમારે બેન્કને લગતું કોઈ મહત્વનું કામ હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા રજાઓના લિસ્ટ મુજબ, આગામી અઠવાડિયે દેશના વિવિધ રાજ્યોમાં બેન્કો સતત 5 દિવસ માટે બંધ રહેવાની છે. આ સ્થિતિમાં, ગ્રાહકોએ પરેશાનીથી બચવા માટે પોતાના નાણાકીય કામકાજનું આયોજન અગાઉથી કરી લેવું હિતાવહ છે.
RBI દર મહિને બેન્ક રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત વિવિધ તહેવારો અને પ્રાદેશિક ઉત્સવોનો સમાવેશ થાય છે. આગામી અઠવાડિયે આવતા કેટલાક સ્થાનિક તહેવારો અને સપ્તાહાંત (Weekend) ને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે. નોંધનીય છે કે, તમામ રાજ્યોમાં રજાઓ એકસાથે હોતી નથી; તે જે-તે વિસ્તારના તહેવાર પર આધારિત હોય છે.
31 માર્ચ બેન્ક રજા
31 માર્ચે મહાવીર જન્મ કલ્યાણક/મહાવીર જયંતિના કારણે અનેક શહેરોમાં બેન્કો બંધ રહેશે. 31 માર્ચે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચીમાં બેન્કો બંધ રહેશે.
1 એપ્રિલ બેન્ક રજા
1 એપ્રિલના રોજ દેશના મોટાભાગના શહેરોમાં બેન્કો બંધ રહેશે. 1 એપ્રિલના રોજ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. તેથી, 1 એપ્રિલના રોજ દેશના મોટાભાગના શહેરોમાં બેન્કો બંધ રહેશે. આ દિવસે ફક્ત ઐઝોલ, ગંગટોક, કોહિમા, રાંચી, શિલોંગ અને શિમલા ખુલ્લા રહેશે.
2 એપ્રિલ બેન્ક રજા
2 જી એપ્રિલે દેશભરમાં ફક્ત બે શહેરોમાં બેન્કો બંધ રહેશે. આ બે શહેરો કોચી અને તિરુવનંતપુરમ છે. 2જી એપ્રિલે મૌન્ડી ગુરુવાર હોવાથી કોચી અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.
3 એપ્રિલ બેન્ક રજા
3 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે દેશના મોટાભાગના શહેરોમાં બેન્કો બંધ રહેશે. બેન્કો ફક્ત અગરતલા, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર, જમ્મુ અને શ્રીનગરમાં જ ખુલ્લી રહેશે.
5 એપ્રિલે રવિવાર છે, તેથી આ દિવસે બેન્કો દેશભરમાં બંધ રહેશે.





