ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસેલા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન સુરત શહેર પોલીસે વધુ 233 શંકાસ્પદ વિદેશી નાગરિકોને અટકાયત કરી છે. જેમામાંથી 180 જેટલાની ઓળખ પત્રો અને પુષ્ટિ દસ્તાવેજો આધારે થઈ ચૂકી છે. સુરત પોલીસે હવે આ તમામની વિગતો સંગ્રહિત રાખવા માટે બાયોમેટ્રિક આધારિત ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી આવા વ્યક્તિઓ ભવિષ્યમાં ફરીથી ભારત પ્રવેશ કરે તો તરત ઓળખી શકાય.
કેટલાંક શંકાસ્પદ વ્યક્તિઓ પાસે કોઇપણ ઓળખ દસ્તાવેજ નથી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં રહેલા બાંગ્લાદેશીઓમાં ઘણા એવા છે જેમના પાસે આધારકાર્ડ સહિત કોઈપણ ઓળખદસ્તાવેજ નથી. ખાસ કરીને બંગાળી વસ્તીમાંથી ઝડપાયેલા 40 જેટલા બાંગ્લાદેશીઓ દ્વારા પોતાનું કોઈ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું નથી, જ્યારે તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી અહીં વસવાટ કરતા હતા.
અગાઉ ડિપોર્ટ કરાયેલ બાંગ્લાદેશી ફરી સુરત આવી ગયો હતો
આ મામલામાં ચિંતાજનક વાત એ છે કે ભૂતકાળમાં એક બાંગ્લાદેશી નાગરિકને ડિપોર્ટ કર્યા પછી તે પુનઃ સુરતમાં પ્રવેશી ગયો હતો. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુરત પોલીસે 180 ઓળખાયેલા બાંગ્લાદેશીઓનો બાયોમેટ્રિક આધારિત ડેટાબેઝ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ડેટાની મદદથી જો કોઇ ડિપોર્ટ થયેલ વ્યક્તિ ફરી પ્રવેશ કરે તો તરત ઓળખી શકાય તે માટે ખાસ તકનીકી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉન વિસ્તારની બંગાળી બસ્તીમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
શહેરના ઉન વિસ્તારમાં આવેલી બંગાળી વસાહત—જેમા ઇસ્માઇલનગર અને શાયરાનગરનો સમાવેશ થાય છે—માથેથી સૌથી વધુ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા છે. લગભગ 70 જેટલા બાંગ્લાદેશીઓ અહીંથી મળી આવ્યા છે. આ વિસ્તારોની જમીન સરકારી છે કે ખાનગી, તે જાણી લેવા માટે પોલીસે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. ખાડી નજીક આવેલી આ વસાહતના કારણે પોલીસને શંકા છે કે જમીન સરકારી હોઈ શકે છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





