Home Gujarat Bangladeshi Hindu Indian Passport By Obtaining Fake Documentfrom West Bengal Civil Prisoners

અમદાવાદ એરપોર્ટ પર બાંગ્લાદેશી હિન્દુ નાગરિક ઝડપાયો! : ભારતીય પાસપોર્ટ આધારે કુવૈતમાં 6 વર્ષ નોકરી કરી, પણ આ રીતે ફૂટ્યો ભાંડો!

અમદાવાદ એરપોર્ટ પર બાંગ્લાદેશી હિન્દુ નાગરિક ઝડપાયો!
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 03:03 PM IST

Ahmdabad News: પશ્ચિમ બંગાળમાંથી બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનાર બાંગ્લાદેશી હિન્દુ નાગરિક ઝડપાયો છે. બાંગ્લાદેશી બીપ્લોબ હાલદાર બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા ભારતીય પાસપોર્ટ પર પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે. બાંગ્લાદેશી નાગરિક ભારતીય પાસપોર્ટ આધારે છ વર્ષ સુધી કુવેતમાં નોકરી કરી આવ્યો હતો. નોકરી કરી પરત ભારત આવ્યો હતો. ભારત આવ્યા બાદ બાંગ્લાદેશના વિઝા મેળવી બાંગ્લાદેશ ગયો હતો.ત્યાં બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન કરીને ફરીથી ભારત આવ્યો હતો. ભારતથી બીજી વાર પૈસા કમાવા માટે કુવેત જતો હતો. તે કુવેત જવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને શંકા જતા બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એસઓજી ક્રાઇમે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

મુળ બાંગ્લાદેશના મુન્સીગંજ જિલ્લાના ચોંગાબન્યાકાંડીના વતની બીપ્લોબ હલદાર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે. તેણે પશ્ચિમ બંગાળના એજન્ટ છપન અસ્તક 2015 માં બોગસ ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. તેણે એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ ખાતે નડિયાદ જિલ્લામાં કલ્યાણી મ્યુનિસિપાલટીમાંથી બોગસ પુરાવાઓ બનાવ્યા હતા. તેમના માતા-પિતા નથી તેવી બોગસ એફિડેવિટ કરી ગેરકાયદેસર રીતે ભારતીય પ્રમાણપત્ર મેળવ્યા હતા.

ઉંમર નિર્ધારિત કરવા માટે ખોટું મેડિકલ સર્ટી રજૂ જન્મનો પ્રમાણપત્ર ખોટી માહિતી આધારે કઢાવ્યું હતું. તેમણે બોગસ જન્મના પ્રમાણપત્ર આધારે પોતાનું આધારકાર્ડ, વોટર કાર્ડ અને પાનકાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. બોગસ પુરાવા આધારે બનાવવામાં આવેલો ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે.

બીપ્લોબ અમદાવાદ એરપોર્ટ પરથી કુવેત જઈ રહ્યો હતો. તેની પાસે પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટ હોવા છતાં તે અમદાવાદથી કુવેત જતો હતો. તેના પાસપોર્ટ પર બાંગ્લાદેશના પ્રવાસ અંગેની માહિતી હતી. જેથી ઈમિગ્રેશન અધિકારીઓને તેની પર શંકા ગઈ હતી. તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેના બાંગ્લાદેશમાં લાંબા રોકાણ અંગે સવાલ પૂછાયો હતો.

તેમણે પોતાના બાંગ્લાદેશ પ્રવાસ અંગે લગ્ન પ્રસંગ હોવાનું જણાવ્યું હતું. કડક પૂછપરછ કરતા તેને પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું. તેના મોબાઇલમાંથી માતા પિતાના બાંગ્લાદેશી નેશનલ આઈકાર્ડ મળી આવ્યા હતા. તેના માતા ખુશી રાની અને પિતા નિહાર હલદરનું બાંગ્લાદેશી નેશનલ આઈકાર્ડ મળી આવ્યા હતા. તેણે પોતાનું બર્થ સર્ટિફિકેટ પિતાના બાંગ્લાદેશે મોબાઈલ નંબર પર સેન્ડ કર્યું હતું.

વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે માતા પિતા સાથે સંબંધીને મળવા માટે ભારત આવ્યો હતો. બાદમાં માતા-પિતા પરત બાંગ્લાદેશ જતા રહ્યા હતા જ્યારે, બીપ્લોબ પૈસા કમાવા માટે ભારતના રહી ગયો હતો તે પશ્ચિમ બંગાળમાં મજૂરી કામ કરતો હતો. તેણે પૈસા કમાવા માટે જવું હતું. તેથી એજન્ટ છપન બોગસ ભારતીય પુરાવાઓ જેવા કે જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ, વોટર આઇડી કાર્ડ બનાવ્યા હતા. આ બોગસ ભારતીય પુરાવાના આધારે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો.

આ ભારતીય પાસપોર્ટ આધારે બીપ્લોબ ભૂતકાળમાં છ વર્ષ કામ કરી આવ્યો છે. બાદમાં તે ગત ફેબ્રુઆરી 2025 માં પરત ભારત આવ્યો હતો. ભારત આવીને તેણે બાંગ્લાદેશના વિઝા મેળવ્યા હતા. બાંગ્લાદેશ મંદિર નામની બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરીને ફરીથી ભારત આવ્યો હતો. ભારત આવીને બીજી વાર કુવેત જવા નીકળ્યો હતો. પ્રથમ વાર તે ચેન્નઈ એરપોર્ટ થી કુવૈત ગયો હતો. બીજીવાર તેને અમદાવાદ એરપોર્ટ થી કુવૈત જવાનું નક્કી કર્યું હતું. જ્યાં અમદાવાદ એરપોર્ટ પર તે ઝડપાઈ ગયો છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now