Home Gujarat Banaskantha Palanpur Received 4 Inches Of Rain And Dantiwada Received 6 Inches

બનાસકાંઠામાં ફરી મેઘ જમાવટ! : પાલનપુરમાં 4 તો દાંતીવાડામાં 6 ઈંચ વરસ્યો, રસ્તાઓ થયા પાણી-પાણી!

બનાસકાંઠામાં ફરી મેઘ જમાવટ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 11:00 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દાંતીવાડામાં સવા 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાલનપુર શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. સતત વરસાદના કારણે શહેરના તથા આસપાસના વિસ્તારના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
આબુથી અમદાવાદ જતાં મુખ્ય હાઇવે પર પણ ઢીંચણ જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે.

પાટણીમાં વરસાદ
પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now