Home Gujarat Banaskantha Deodar 4 Including 2 Children Die

Banaskantha ના દિયોદરમાં સામૂહિક આપઘાત : કેનાલમાં મોતની છલાંગ લગાવી, 2 બાળકો સહિત 4 લોકોના મોત

Banaskantha ના દિયોદરમાં સામૂહિક આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 09:54 AM IST

બનાસકાંઠામાં દિયોદરના ગોદા નજીક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. બે પ્રેમી પંખીડાએ 2 નાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. મસાલી ગામનો યુવક અને બૂરેઠા ગામની મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે.

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસે તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોને કેનાલમાંથી બહાર નીકાળી પીએમ અર્થે ખસેડ્યા છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ લોકએ કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

કેમ લોકો આત્મહત્યા કરે છે?

આર્થિક સંકડામણ હોય કે પછી ખોટું કર્યું હોય તેની અન્યને જાણ થવાનો ડર હોય કે, પછી શાળા-કોલેજોમાં બાળકો એકલતા કે ભણતરનું લાગતું ભારણ અનેકવાર આત્મહત્યાનું કારણ બનતું હોય છે. પરંતુ આ તમામ મુદ્દોઓ વિચારવા અને યોગ્ય ઉપાય મેળવીએ તો ચોક્કસ તેનું સમાધાન પણ થઈ શકતો હોય છે પરંતુ કેટલા લોકો ઉપાયો શોધવાની જગ્યાએ મોતનું વ્હાલું કરવાનું પસંદ કરતા હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now