Home Gujarat Banaskantha Clash Between Farmers And Police Over Bypass Road

બનાસકાંઠામાં બાયપાસ રોડ મામલે ખેડૂત-પોલીસ વચ્યે ઘર્ષણ : ''સરકાર યોગ્ય વળતર આપતી નથી અને જમીન પણ વધુ લઈ રહી છે''

બનાસકાંઠામાં બાયપાસ રોડ મામલે ખેડૂત-પોલીસ વચ્યે ઘર્ષણ
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 12:25 PM IST

બનાસકાંઠામાં તંત્ર અને ખેડૂતો સામ સામે આવ્યાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકામાં ચિત્રાસણી ગામમાં બાયપાસ રોડના નિર્માણને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો. આપને જણાવીએ કે, આ વિવાદ 24 કિલોમીટર લાંબા બાયપાસ રોડના નિર્માણ માટે જમીન સંપાદનને લઈ છે


સ્થાનિક લોકોએ શું કહ્યું?

સ્થાનિક ખેડૂતોએ કહ્યું છે કે, ''સરકાર યોગ્ય વળતર આપતી નથી એને તેમની જમીન સંપાદન કરી રહી છે તેમજ વધુ જમીન પર કબજો પણ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, 'અમે જમીન આપવા માટે તૈયાર છીએ પરંતુ અમારી જામીન સામે અમને યોગ્ય વળતર મળવું જોઈએ''.


''60 મીટરની જગ્યા 100 મીટર જમીન લઈ રહ્યા છે''

તેમણે કહ્યું કે, ''બાયપાસ રોડ માટે 60 મીટર પહોળી જમીન જરૂર હોય તેની સામે સરકાર 100 મીટર જમીન સંપાદન કરે છે. અમને પૂરતો વળતર પણ મળતું નથી અને જમીન પણ વધુ લઈ રહ્યા છે''. સ્થાનિક મહિલા ખેડૂતો અને પશુપાલકોનું કહેવું છે કે, સરકારના 60 મીટરના રોડ સામે અમને વાંધો નથી. તેમાં અમે સરકારને સહિયોગ આપવા તૈયાર છીએ. પણ સરકાર પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે 60 ના બદલે 100 મીટર પહોળો રોડ બનાવી રહી છે, જેના જમીન સંપાદનમાં અનેક ખેડૂતોની અનેક પેઢીઓ જૂની આખેઆખી જમીન કપાતમાં જતી રહે છે. જેને કારણે ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતો એવી પણ ચિમકી ઉચ્ચારી રહ્યાં છેકે, જો 60 સરકાર બળજબરી પૂર્વક અમારી જમીનનું સંપાદન કરીને 60 મીટર કરતા વધારે લાંબો રોડ કાઢશે તો અમે મરી જઈશું.


ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ સમગ્ર મામલે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે મામલો બીચક્યો હતો. જે દરમિયાન મહિલા, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતુ. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રે જમીન માપણીની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ખેડૂતોનો વિરોધ યથાવત છે.

પોલીસ ખડકલા વચ્ચે તંત્રની 'ખૂંટ'!

ચિત્રાસણીમાં પોલીસ કાફલા સાથે બનાસકાંઠાની ધરતી પર ઉતરેલાં સરકારી બાબુઓ જેવા જમીન સંપાદન માટે ખેતરમાં ખુંટ મારવા પહોંચ્યા ત્યાં તેમને જગતના તાતનો ક્યારેય ના જોયો હોય તેવો તાપ જોવા મળ્યો હતો. તંત્રના અધિકારીઓએ નવા રોડના નિર્માણ માટે જબરદસ્તી જમીન માપવાનું શરૂ ત્યારે ખેડૂતોએ પણ શાંતિનો માર્ગ છોડીને ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી ડબલ એન્જિન સરકારમાં ખેડૂતો પર દમનની ઘટના અનેક સવાલ ઉભા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now