Home Gujarat Banaskanta Palanpur Abu Road Highway Near Songadh Patiya On Traffic Jam

માઉન્ટ આબુ જવા નીકળ્યા છો? : તો પહેલા આ વાંચી લો, નહીતર પડી શકે છે ભારે મુશ્કેલી!

માઉન્ટ આબુ જવા નીકળ્યા છો?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 09:05 AM IST

બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે પરિવહન વ્યવસ્થા પર મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પાલનપુર-આબુરોડ હાઇવે પર કેટલીક જગ્યા ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે.
વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ જેવી પરિસ્થિતિ
સોનગઢ પાટીયા નજીક હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે અનેક વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે.
પાલનપુર-આબુરોડ હાઇવે પર ટ્રાફિક જામ
ધોધમાર વરસાદના કારણે માઉન્ટ આબુનું હાઈવે પાણી પાણી થઈ ગયું છે. જેના કારણે પાલનપુર-આબુરોડ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયું છે, તો ક્યાંક ટુ વ્હીલર બંધ પડ્યો છે. જો કે, અમુક કલાકો સુધી વરસાદ ન પડે તો હાઈવે પાછો રાબેતા મુજબ થઈ જશે

પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now