ભાવનગરના બહુ ચર્ચિત નવનીત બલઘીયા પર થયેલા હુમલા કેસમાં આખરે મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી બાદ મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીરને જામીન મળતા આજે તેને ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
14 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘીયા ઉપર હુમલાની ગંભીર ઘટના બની હતી. આ મામલે 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણની તપાસ બાદમાં એસ.આઇ.ટી. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન જયરાજ આહીર સહિત કુલ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ આઠ આરોપીઓને કોર્ટ જામીન મંજૂર કર્યા હતા
આ કેસમાં અગાઉ આઠ આરોપીઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે આજે જયરાજ આહીર સહિત વધુ છ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કેસમાં આરોપીઓના જામીન મળતા હવે સમગ્ર પ્રકરણ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.




















