સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડૉક્ટરોની નિષ્ઠા અને નિપૂણતાનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. એક દુર્લભ ખામીને કારણે જન્મથી જ નળી દ્વારા ખોરાક લઈ જીવતા શ્લોક નામના બાળકે સાડા ત્રણ વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર મોંઢાથી ખાઈને ભોજનનો આનંદ માણ્યો છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ સાડા ત્રણ વર્ષના બાળક ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને બાળકને નવી જિંદગી આપી છે.આ ખામી અને સર્જરી વિશે વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે અમદાવાદના રહેવાસી અને વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન એવા સુનિલ ચૌધરી અને નિમિષાબહેનના પુત્ર શ્લોકને જન્મ સમયે ટાઇપ એ ઇસોફેજીયલ એટ્રેસિયા નામની ખામી હોવાનું નિદાન થયું હતું. ટાઇપ A ઈસોફેજિયલ એટ્રેસિયામાં ખોરાકની નળી (ઈસોફેગસ) બે ભાગોમાં હોય છે અને તેની વચ્ચે ખાલી જગ્યા (ગેપ) હોય છે. આને કારણે ખોરાક પેટમાં પહોંચતો નથી અને બાળકને વધારે લાળ, ઊલટી, શ્વાસ લેવામાં તકલીફ, અને ખોરાક ગળી ન શકવાની સમસ્યા થાય છે. ઈસોફેજીયલ એટ્રીસિયા એ 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે.
આવી ખામીના કિસ્સામાં જન્મસમયે ઈસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમી સર્જરી કરી ખોરાકની નળીનો ઉપરનો ભાગ ગળામાં સ્ટોમા તરીકે બહાર લાવવામાં આવે છે. જેથી લાળને બીજા રસ્તે વાળી શકાય અને તે શ્વાસ નળીમાં જાય નહીં. પેટમાં સીધો ખોરાક પહોંચે તે માટે ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી બનાવી આપવામાં આવે છે.
આવાં બાળકોનું વજન લગભગ 7-10 કિગ્રા થઈ જાય અને તેઓ પોતે બેસી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે આખરી ગેસ્ટ્રિક પુલ-અપ ઓપરેશન કરવામાં આવે છે. ગેસ્ટ્રિક પુલ-અપ એટલે એક પ્રકારનું જટીલ ઓપરેશન, જેમાં ડૉક્ટરો જઠરને ઉપર ખસેડીને છાતીમાં લાવે છે, જેથી ખોરાકની નળીના તૂટેલા ભાગની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





