Home Business Avax Bonus Share Ex Bonus Stock Split 2026

આ કંપની આપી રહી છે 1 પર 3 Bonus Share : યુદ્ધની તંગ પરિસ્થિતિમાં પણ આપ્યું છે જબરદસ્ત રિટર્ન

શેરબજારનો ગ્રાફ ઉપર જતો અને રૂપીયા દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 05:45 AM IST

Bonus Share: Avax Apparels and Ornaments Ltd ના શેર આજે સ્ટોક મર્કેટમાં એક્સ-બોનસ ટ્રેડ કરવા જઈ રહી છે. કંપની તરફથી એક પર ત્રણ શેર બોનસ (Bonus Share) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલી વખત આ મલ્ટીબેગર સ્ટોક શેર બજારમાં એક્સ-બોનસ ટ્રેડ કરી રહ્યો છે.

1 શેર પર 3 બોનસ આપશે કંપની

કંપનીએ એક્સ્ચેન્જને આપેલી માહિતી અનુસાર, 5 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા એક શેર પર 3 શેર બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બોનસ માટે કંપનીએ 7 એપ્રિલ 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી હતી.

આ જ વર્ષે કંપનીના શેર એક્સ-સ્પ્લીટ (Split Share) ટ્રેડ કર્યા હતા. માર્ચમાં કંપનીના શેરનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીએ શેરોને બે ભાગમાં વહેંચ્યા હતા. જેના બાદ કંપનીના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયાથી ઘટીને 5 રૂપિયા પ્રતિ શેર રહી ગઈ હતી.

સારું રહ્યું છે સ્ટોકનું પર્ફોમન્સ

સોમવારે માર્કેટ ક્લોઝિંગ સમયે Avax Apparels and Ornaments Ltd ના શેર 5% ઘટાડા બાદ પણ 159.60 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. આજે (7 એપ્રિલ 2026) એક્સ-બોનસ ટ્રેડ થવાના કારણે કંપનીના શેરની વેલ્યૂ 39.90 રૂપિયા હતી. ગત એક મહિના દરમિયાન કંપનીના શેરમાં 11.20 % તેજી જોવા મળી છે ત્યારે ગત 3 મહિનામાં આ તેજી 65.50% રહી હતી.

આ પણ વાંચો: EPFO નો મોટો નિર્ણય, લાખો કર્મચારીઓને થશે સીધી અસર : PF ના પૈસા ઉપાડવા માંગતા લોકો ખાસ જાણી લેજો આ માહિતી

જે લોકો આ કંપનીના શેર 6 મહિનાથી વધુ સમયથી હોલ્ડ કરી ને બેઠા છે તેમણે અત્યાર સુધીમાં 152% ફાયદો થયો છે. એક વર્ષમાં Avax Apparels and Ornaments Ltd ના શેર 181% ચઢ્યા છે.

કંપનીના શેરહોલ્ડિંગમાં કોઈ દબાણ નહીં

સપ્ટેમ્બર 2025 ની શેરહોલ્ડિંગ અનુસાર, આ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 41.97% છે. ત્યારે, જાહેર જનતા 58.03% હિસ્સો ધરાવે છે. છેલ્લા ત્રિમાહી દરમિયાન કંપનીના શેરહોલ્ડિંગ દરમિયાન કોઈ બદલાવ નથી થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now