Home Gujarat Avantika Singh Becomes Additional Principal Secretary To Chief Minister Vikrant Pandey Becomes Secretary

ગુજરાત CM કાર્યાલયમાં મહત્વપૂર્ણ ફેરફાર : અવંતિકા સિંહ બન્યા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ, વિક્રાંત પાંડેની CMના સચિવ

ગુજરાત CM કાર્યાલયમાં મહત્વપૂર્ણ ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 01:40 PM IST

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરી છે. ડો. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 2003 બેચની ઓફિસર અવંતિકા સિંહ ઔલખને પ્રમોશન આપીને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિક્રાંત પાંડે હાલમાં નવી દિલ્હી ખાતે રેસિડેન્ટ કમિશનર તરીકે તૈનાત હતા. હવે તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે CM ભૂપેન્દ્ર પટેલની ત્વરિત નીતિ અમલ અને ફેડરલ લેવલના પ્રોજેક્ટ્સ માટે મુખ્ય ભૂમિકા નિભાવશે.

અવંતિકા સિંહ ઔલખ અગાઉ તેમણે GACL (ગુજરાત અલ્કાલાઈઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી છે. હવે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બની ગયા છે. તેઓ અત્યાર સુધી મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. અધિકારી તરીકે તેમનો ટ્રેક રેકોર્ડ ખૂબ મજબૂત રહ્યો છે.

આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને અધિક અગ્ર સચિવ તરીકે નિમાયા છે. જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ-ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે સિવિલ સર્વિસીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેઓ જાહેર વહીવટમાં લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now