Home Gujarat Authorities Prevent 4 Child Marriages In Mahisagar

મહીસાગરમાં તંત્રની બાળલગ્ન સામે લાલ આંખ! : એક અઠવાડિયામાં 4 બાળલગ્ન થતાં અટકાવ્યાં, માતા-પિતા પાસેથી લેખિતમાં બાહેધરી લેવાઈ

મહીસાગરમાં તંત્રની બાળલગ્ન સામે લાલ આંખ!
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 02:21 PM IST

Mahisagar News : મહીસાગર જિલ્લામાં 21મી સદી અને ડિજિટલ યુગમાં પણ બાળલગ્ન જેવી કુરિવાજ પ્રથા સામે આવતાં આશ્ચર્ય સર્જાયું છે. દુનિયા ટેકનોલોજી અને વિકાસમાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, ત્યારે જિલ્લામાં હજુ પણ બાળલગ્નના બનાવો સામે આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આ બાબતે જિલ્લા તંત્ર દ્વારા બાળલગ્ન સામે લાલ આંખ દાખવવામાં આવી છે.

એક જ સપ્તાહમાં કુલ ચાર બાળલગ્ન અટકાવવામાં આવ્યાં!

જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા કચેરીની સતર્કતાના કારણે એક જ સપ્તાહમાં કુલ ચાર બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના લગ્ન થવાના હતા, જેને સમયસર રોકવામાં આવ્યા હતા. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાલીઓનું વિસ્તૃત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

માતા-પિતા પાસેથી લેખિતમાં બાહેધરી પણ લેવામાં આવી

આ સાથે માતા-પિતા પાસેથી લેખિતમાં બાહેધરી પણ લેવામાં આવી હતી કે તેઓ બાળલગ્ન નહીં કરે. અધિકારીઓ દ્વારા વાલીઓને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે બાળકોને ભણાવવા પર ધ્યાન આપો અને કાયદાનું પાલન કરો. કાયદા મુજબ લગ્ન માટે છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે, તેમ અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં અટકાવવામાં આવેલા ચાર બાળલગ્નોમાંથી એક લુણાવાડા ગ્રામ્ય વિસ્તારમાં, એક લુણાવાડા શહેર વિસ્તારમાં અને બે બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા. જિલ્લા તંત્રની આ કાર્યવાહીથી બાળલગ્ન જેવી કુપ્રથાને રોકવા માટે સખત સંદેશો આપવામાં આવ્યો છે અને સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલોમાં મફત પ્રવેશની જાહેરાત!
LPG Shortage
અમદાવાદ જિલ્લામાં લોહિયાળ શનિવાર
વડોદરાના 17 વર્ષીય જૈનિલની અનોખી શોધ
અંબાલાલ પટેલની મોટી ચેતવણી!