બોટાદ જિલ્લામાં ખેડૂતો માટે એક રાહતભરી ખબર સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદને કારણે બંધ રહેલી બોટાદ APMC માં હવે આવતીકાલથી હરાજી શરૂ થવાની છે.
'આવતીકાલથી રાબેતા મુજબ હરરાજી'
મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદને કારણે 27 ઓક્ટોબરથી બોટાદ APMCમાં હરાજી પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે વાતાવરણ સ્વચ્છ થતા, ચેરમેન મનહરભાઈ માતરીયાએ જાહેરાત કરી છે કે આવતીકાલથી રાબેતા મુજબ હરરાજી પ્રક્રિયા પુનઃ શરૂ થશે.
ખેડૂતોને મળશે થોડી રાહત!
ચેરમેનએ જણાવ્યું કે, આવતીકાલથી કપાસ, મગફળી સહિતની વિવિધ કૃષિ ઉપજની હરરાજી નિયમિત રીતે યોજાશે. તેમણે ખેડૂતોને પોતાની ઉપજ વેચાણ માટે APMCમાં લાવવા અપીલ કરી છે જેથી સમયસર વેપાર-વેચાણની પ્રક્રિયા શરૂ થઈ શકે. આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોમાં આનંદનો માહોલ છે, કારણ કે વરસાદના કારણે ઘણા ખેડૂતોની ઉપજ બજારમાં અટકાઈ ગઈ હતી. હવે વાતાવરણ સુધરતા ફરીથી કૃષિ વ્યવહાર સામાન્ય રીતે શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે.






