Home Gujarat Attempt To Throw Shoe At Aap Mla Gopal Italia In Junagadh Gadu

જૂનાગઢમાં ઈટાલિયા પર જૂતું ફેંક્યું : કાર્યકર્તાએ પકડી પોલીસને હવાલે કર્યો

જૂનાગઢમાં ઈટાલિયા પર જૂતું ફેંક્યું
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 08:42 AM IST

વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવામાં આવ્યું હતું. જામનગર બાદ હવે જૂનાગઢના માળિયાહાટીનામાં જૂતું ફેંકાયું હતું.

આપની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા સંબોધન કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે જૂતું ગોપાલ ઈટાલિયાના પગમાં વાગ્યું હતું. સભામાં હાજર વ્યક્તિ બીજીવાર જૂતું ફેંકવા જતો હતો ત્યારે તેને પકડી લીધો હતો.

પોલીસ દ્વારા શખસની પૂછપરછ શરૂ

​નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ જામનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થયું છે. એક ધારાસભ્ય સાથે વારંવાર આવી ઘટના થવાથી સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ હાલ પકડાયેલા શખસની પૂછપરછ કરી રહી છે. AAP ના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now