Home Gujarat Attack On District President Of Kisan Sangh In Rajkot

રાજકોટમાં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પર હુમલો : મિલકત મામલે પરિવારમાં જ બબાલ, તંગદિલી...

રાજકોટમાં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પર હુમલો
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 10:08 AM IST

Rajkot News : રાજકોટમાં મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરા પર તેમના જ ભાઈ હરી કણસાગરાએ ઢોરમાર માર્યો હતો. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી બંને ભાઈઓ વચ્ચે પરિવાર અને મિલકત સંબંધિત મુદ્દાઓને લઈને સતત વિવાદ ચાલી રહ્યો હતો.

કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પર હુમલો

માહિતી પ્રમાણે આજે ફરી એક વખત મિલકતના મુદ્દે બંને વચ્ચે તીવ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા હરિભાઈએ સુરેશભાઈ પર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે. સુરેશ કણસાગરા ભારતીય કિસાન સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે, જ્યારે તેમના ભાઈ હરી પટેલ કોંગ્રેસના આગેવાન છે.

મિલકત વિવાદને કારણે ભાઈઓ વચ્ચે તંગદિલી

હુમલાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરિવારજનો વચ્ચે ચાલી રહેલો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાથી સ્થાનિક સમાજમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ