ઈરાને કતાર અને ઈરાકમાં અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. દોહામાં એર મિસાઈલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. કતારની રાજધાની દોહામાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈરાની સેનાએ કતારમાં અમેરિકન બેઝ પર 10 મિસાઈલથી હુમલો કર્યો છે. રાજધાની દોહામાં એર મિસાઈલ સિસ્ટમ ઈરાની મિસાઈલને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ ઈરાનની એક બેલિસ્ટિક મિસાઈલને ઈરાકમાં અટકાવવામાં આવી છે. કુવૈત અને બહેરીનમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. ઈરાનની હુમલાની ધમકી બાદ જ કતારે પોતાનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. કતારમાં એક નવો NOTAM જારી કરવામાં આવ્યો હતો. ઈરાનની ધમકી બાદ દોહા જતા ડઝનબંધ વિમાનોનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. કતાર પહોંચતા પહેલા જ વિમાનનો રૂટ બદલી નાખવામાં આવ્યો હતો.
બહેરીનમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું
એક સાથે અનેક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. કતારના અલ ઉદેદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાકમાં યુએસ હરિર બેઝ પર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ઈરાકના અલ-અસદ એરબેઝ પર ચેતવણી જારી કરવામાં આવી છે. કુવૈત કતાર અને ઈરાકમાં ઈરાની હુમલા બાદ બહેરીનમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોને બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. એકંદરે આ સમયે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
ભવિષ્યમાં વધુ ખતરનાક હુમલાઓ કરશે - IRGC
કતાર અને ઇરાકમાં હુમલાઓ પછી ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી હતી. ઈરાની સેનાએ કહ્યું હતું કે જો અમેરિકા હુમલો કરશે તો તેઓ તેને મધ્ય પૂર્વમાંથી મિટાવી દેશે. IRGCએ કહ્યું હતું કે ઓપરેશન ફતાહનું ટ્રેલર દેખાઈ રહ્યું છે. ભવિષ્યમાં વધુ ખતરનાક હુમલાઓ કરશે.






