Home Gujarat Ats Police Arrest Duplicate Weapon Licence Crime Nagaland Offbeatstories

બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવનાર વિરુદ્ધ ATSની કાર્યવાહી જારી : વધુ 16ની ધરપકડ સાથે કુલ ધરપકડનો આંક 40 પર પહોંચ્યો

બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવનાર વિરુદ્ધ ATSની કાર્યવાહી જારી
Published by: OBS Bureau
Last Updated: Apr 13, 2025, 05:19 AM IST

અન્ય રાજ્યોમાં બોગસ રીતે હથિયારના પરવાના બનાવી તે પરવાના આધારે ગુજરાતમાં હથિયારો વેચવાના રેકેટનો પર્દાફાશ કરી ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી જારી રાખતા વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 8 હથિયાર અને 311 કારતૂસ કબજે કર્યા છે.. વધુ ૧૬ આરોપીની ધરપકડ સાથે ધરપકડનો આંક કુલ 40 પર પહોંચ્યો છે.

નાગાલેંડ સહિતના રાજ્યોમાં બોગસ રીતે શસ્ત્ર પરવાના બનાવી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં હથિયારો લાવી તે હથિયારો બોગસ પારવાનેદારોને વેચવાના કૌભાંડનો થોડા સમય પૂર્વે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી પર્દાફાશ કરી તબક્કાવાર રીતે ધરપકડોનો સિલસિલો શરૂ કર્યો હતો. ધરપકડની આ શ્રખલામાં વધુ 16નો ઉમેરો થયો છે અને તેઓ પાસે થી કુલ 8 હથિયારો અને 311 કારતૂસ કબજે કર્યા છે.

ગુજરાત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ૦૭/૦૪/૨૦૨૫ ના સાત ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં (૧) સેલાભાઇ વેલાભાઇ બોળીયા, (૨) વિશાલ મુકેશભાઇ પંડ્યા, (૩) અર્જુન લાખુભાઇ અલગોતર, (૪) ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, (૫) સદ્દામ હુસૈન, (૬) બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા તથા (૭) મુકેશ રણછોડભાઈ બાંભા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. જેઓની ધરપકડ બાદ પુછપરછ કરતાં બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી ખૂલી હતી, જે પૈકી અગાઉ ૧૬ની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે વધુ ૧૬ની ધરપકડ કરવામાં આવી છે.

હથિયાર મેળવનાર ૪૯ પૈકી વધુ ૧૬ આરોપીની ધરપકડ
(૧) ગોપાલ હિરાભાઇ જોગરાણા, (૨) વરજાંગ હનુભાઈ મિર (૩) દિગેશ કરશનભાઈ સભાડ (૪) હરી રણુભાઈજોગરાણા (૫) રમેશ કુંવરાભાઈ વરૂ (૬) મયુર લક્ષમણભાઈ સોંડલા (૭) અશોક રમેશભાઈ કલોત્રા (૮)ભરત રમેશભાઈ અલગોતર (૯) નથુ કાળાભાઈ બાંમ્ભવા (૧૦) ઉમેશ ઉર્ફે બાબુભાઈ ડાહ્યાભાઈ આલ (૧૧) રાહુલ જાગાભાઈ અલગોતર (૧૨) રૂપા ખોડાભાઈ (૧૩) જયેશ ઉર્ફે નાનુ દેવાભાઈ સરૈયા (૧૪) કનુ વનાભાઈ ગમારા (૧૫) પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને (૧૬) સતીષ મોહન ગમારાની ધરપકડ કરવામાં આવી છે.



16 માંથી 4 આરોપીનો ગુનાહિત ઈતિહાસ 
ઉપરોક્ત ૧૬ લોકો પૈકી ૪ આરોપીઓ (૧) જયેશ ઉર્ફે નાનુ દેવાભાઈ સરૈયા (૨) કનુ વનાભાઈ ગમારા (૩) પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને (૦૪) સતીશ મોહન ગમારા પાસેથી ૦૪ રિવોલ્વર તથા તેના ૧૪૧ રાઉન્ડસ અને ૦૪ 12 બોર ગન તથા તેના ૧૭૦ રાઉન્ડસ મળી કુલ ૮ હથિયાર સાથે ૩૧૧ રાઉન્ડ્સ જપ્ત કરવામાં આવેલ છે. આ સિવાયના ૧૨ ઈસમોના હથિયાર સુરેંદ્રનગર એસ.ઓ.જી. ખાતે જમા કરાવેલ છે. ગુજરાત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ૧૬ ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કુલ ૨૯ હથિયાર ,૯૩૫ કારતૂસ
ગુજરાત એ.ટી.એસ. દ્વારા હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ ૪૦ ઇસમોની ધરપકડ કરેલ છે તથા તેમની પાસેથી કુલ ૨૯ હથીયાર સાથે ૯૩૫ રાઉન્ડ્સ જપ્ત કરવામાં આવ્યાં છે.

હરિયાણાના નુહના શસ્ત્ર વિક્રેતાઓની મદદથી રેકેટ ચલાવ્યું
(૧) વિશાલ પંડયા (૨) ધ્વનિત મહેતા (૩) અર્જુન અલગોતર (૪) ધૈર્ય ઝરીવાલા (૫) શેલાભાઇ ભરવાડ (૬) મુકેશ બામ્ભા નાઓએ હરીયાણાના નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફ ને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે મણીપુર તથા નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદી લાવેલ તેમજ પોતાની ગેંગના સાગરીતો તથા રાજ્યના અલગ અલગ વિસ્તારોના લોકોને બોગસ લાયસન્સ તથા હથિયારો અપાવ્યા હતા.

હરિયાણાનાં આર્મ્સ ડીલરની અગાઉ થઈ ચૂકી છે ધરપકડ
હથિયાર મેળવવા ખોટા લાઈસન્સ બનાવવા, અન્ય ઈસમોના નામે ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા તથા જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી દ્વારા બોગસ લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના માસ્ટરમાઈન્ડ હરીયાણાના નૂહમાં આર્મ્સની ડીલર શોકતઅલી છોટુખાનની પણ એ.ટી.એસ. દ્વારા તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now