Home Gujarat Ats Busts Fake License Scam

ATSએ નકલી લાઇસન્સ કૌભાંડનો કર્યો પર્દાફાશ : 7 આરોપીઓની ધરપકડ, 7 રિવોલ્વર અને 261 જીવતા કારતૂસ જપ્ત

ATSએ નકલી લાઇસન્સ કૌભાંડનો કર્યો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 01:22 PM IST

ગુજરાત ATSએ વધુ એક નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં યુપીમાંથી નકલી હથિયાર લાઇસન્સ જારી કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત ATSએ આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હથિયારો કેવી રીતે જારી કરવામાં આવી રહ્યા હતા તે જાણવા માટે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.
ગુજરાત ATS એ UP થી નકલી હથિયાર લાઇસન્સ જારી કરવાનો પર્દાફાશ કર્યો છે, ગુજરાત ATSએ 7 આરોપીઓની ધરપકડ કરી છે. શોલે સિંહ સેંગર, વેદ પ્રકાશ સિંહ સેંગર, મુકેશ સિંહ, રાજેન્દ્ર સિંહ, વિજય સિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી ATSએ 7 રિવોલ્વર અને 261 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.


ATSના DSP SL ચૌધરીએ જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે, અમદાવાદમાં ઘણા લોકો પાસે ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાંથી નકલી હથિયાર લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને દરોડા પાડીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શ્યામસિંહ ઠાકુરનું નામ ખુલ્યું છે. એટીએસે 7થી વધુ આરોપીઓના રિમાન્ડ માંગ્યા છે.


ઉત્તર પ્રદેશમાંથી નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે, ATS એ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે, ગુજરાતના અમદાવાદના વસ્ત્રાલ, મેઘનાનગર, અડાલજ વિસ્તારોમાંથી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now