Home Gujarat Atkots Nirbhaya In Mental Shock For Two Days

આટકોટની 'નિર્ભયા' બે દિવસથી માનસિક આઘાતમાં! : ચોકલેટની લાલચ આપી બાળકીને ભોળવી હતી, આરોપી ઝડપાયો

આટકોટની 'નિર્ભયા' બે દિવસથી માનસિક આઘાતમાં!
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 09:21 AM IST

Rajkot Crime News : આટકોટ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે અમાનવીય વર્તનનો પ્રયાસ થયાનો ગંભીર મામલો બહાર આવ્યો છે. ઘટના 4મી તારીખે બની હતી. જ્યારે બાળકી પોતાના મામાના ખેતરમાં રમતી હતી ત્યારે અજાણ્યો શખ્સ તેને લાલચ આપી લઈ ગયો હતો. બાળકીએ વિરોધ કર્યો હોવાથી આરોપીએ ક્રૂર હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

આરોપીને દબોચ્યો

પરિવારે 8મી તારીખે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ રૂરલ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. માત્ર થોડા જ કલાકોમાં પોલીસે આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજરને ઝડપીને કાયદાના હવાલે કર્યો હતો. આરોપી ત્રણ સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરશે.

બાળકી છેલ્લા બે દિવસ સુધી માનસિક આઘાતમાં!

ઘટના બાદ બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તે રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. SP ના જણાવ્યા અનુસાર બાળકીની તબિયત હવે સ્થિર છે અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય તેવી સ્થિતિ છે. બાળકી છેલ્લા બે દિવસ સુધી માનસિક આઘાતમાં હોવા છતાં હવે સ્વસ્થ થવા લાગી છે.

બાળકીને ચોકલેટની લાલચ આપીને ભોળવી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપીને ભોળવી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી દીધી છે. સમાજના બધા વર્ગોમાં આ કૃત્યની કડક નિંદા કરવામાં આવી રહી છે અને આરોપીને કડક સજા મળે તેવી માંગ ઉઠી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ