Home Gujarat Assistance Of Rs 5 Lakh To The Families Of The Deceased And Rs 50 Thousand To The Injured

મૃતકોના પરિવારને પાંચ લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

મૃતકોના પરિવારને પાંચ લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 05:16 PM IST

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 3 ગુજરાતીઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

જેમાંથી બે ભાવનગર અને એક સુરતના રહેવાસીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તો ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે
'જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે.

રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now