Home Sports Asia Cup 2025 Indian Team To Be Announced On This Date

Asia Cup 2025 ભારતીય ટીમની જાહેરાત આ તારીખે થશે : ભારતીય ટીમનું શેડ્યુલ જાણો

Asia Cup 2025 ભારતીય ટીમની જાહેરાત આ તારીખે થશે
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 11:49 AM IST

Asia Cup 2025

એશિયા કપ 2025 ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવાની છે. જોકે, આગામી ટુર્નામેન્ટ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેર કરવામાં આવી નથી. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ ક્યારે જાહેર કરવામાં આવશે. જો તમારો પણ આ જ પ્રશ્ન છે? જાણો વિગતવાર

IND vs UAE

એશિયા કપ 2025 માં ભારતીય ટીમની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યજમાન ટીમ સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે છે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

IND vs PAK, IND vs OMN

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજની છેલ્લી મેચ ઓમાન સામે 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં રમશે.

આઠ ટીમો ભાગ લઈ રહી છે

એશિયા કપ 2025 માં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. જે આઠ ટીમોમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન, અફઘાનિસ્તાન, હોંગકોંગ, ચીન અને યુએઈનો સમાવેશ થાય છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઈ, અને ઓમાન અને બીજા ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ અને ચીન સામેલ છે.

જાણો કઈ તારીખે થશે ટીમની જાહેરાત?

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે ભારતીય ટીમની પસંદગી માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now