Home Gujarat Asaram Brought To Ahmedabad Civil Hospital For Medical Checkup

આસારામનું મેડિકલ ચેકઅપ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયો, 21 ઓગસ્ટ સુધી છે જામીન પર

આસારામનું મેડિકલ ચેકઅપ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 12:36 PM IST

Asaram Medical Checkup : આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા છે. OPDમાં મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરાયું છે. અત્રે જણાવીએ કે, ગુજરાત હાઇકોર્ટે 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન લંબાવ્યા છે


આસારામની 13 નંબરની OPDમાં મેડિકલ પરીક્ષણ

પોલીસ બંદોબસ્ત વચ્ચે સિવિલ હોસ્પિટલ ખાતે આસારામને 13 નંબરની OPD માં મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બહારથી બેડ મંગાવીને 13 નંબરના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ECG અને ECO કરવામાં આવશે. વિગતો મુજબ OPD બાદ તેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવાશે સાથો સાથ UN મહેતામાં હૃદય સંબંધી બીમારીઓના રિપોર્ટ થવાની પણ શક્યતા છે.


અગાઉ 3 મહિનાના જામીન આપ્યા હતા

અત્રે જણાવીએ કે, આસારામને સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપસર ગાંધીનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. ત્યારે તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર આસારામના વચગાળાના જામીન આપ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી ઉપર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.


વર્ષ 2013માં આસારમને હાર્ટ એટક આવ્યો હતો!

આમ આસારામ વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું. જાન્યુઆરી 2025માં આસારામને મેડિકલના આધારે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે આસારામ પોતાના ગુરુકુળની એક બાળકી પર બળાત્કારના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલની સજા કાપી રહ્યા છે. આ મામલો વર્ષ 2013નો છે. કહેવામાં આવી રહ્યું છે કે આસારામ હાર્ટ પેશન્ટ છે અને જેલમાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now