Home International Arvind Kejriwal Offers Free Bus Ride To Students Of Delhi

DELHI ELECTION : જો અમારી સરકાર બની તો હવે મફત...

DELHI ELECTION
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 05:45 AM IST

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ફરીવાર વાયદાઓનો પીટારો ખોલ્યો છે. આ વખતે તેમણે દિલ્લીના વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. અરવિંદ કેજરીવાલે કરેલી જાહેરાત અનુસાર હવે AAPની સરકાર બન્યા બાદ વિદ્યાર્થીઓને દિલ્લી બસમાં મફત મુસાફરીનો લાભ મળશે. આ સાથે અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીને મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50 ટકા છૂટ આપવા માટે પત્ર પણ લખ્યો છે.

ભણશો તો જ આગળ વધશો
કેજરીવાલે કહ્યું કે "ભણીશું તો જ દેશ આગળ વધશે." ઘણા ગરીબ બાળકો ભણવાનું ચૂકી જાય છે કારણ કે તેમની પાસે રૂપિયા નથી. વધુમાં કહ્યું "હું જે જાહેરાત કરી રહ્યો છું તે એ છે કે જો અમારી સરકાર બનશે તો વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરી (DTC બસ ટ્રાવેલ) પણ આપવામાં આવશે. હાલ દિલ્લીમાં મહિલાઓને મફત બસ મુસાફરી કરી રહી છે. તેથી મહિલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે. પરંતુ પુરૂષને નહીં

મેટ્રોની મોંઘી ટિકિટ પર પણ કહ્યું
તેમણે દિલ્લીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ મેટ્રોનો ઉપયોગ કરે છે. મેટ્રો દિલ્લીની લાઈફલાઈન છે પણ મેટ્રો ઘણી મોંઘી થઈ ગઈ છે. દિલ્લી મેટ્રોનું ભાડું ચૂકવવામાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડે છે. તેમણે કહ્યું કે મેટ્રો દિલ્લી અને કેન્દ્ર સરકારનું 50-50 શેયર છે. જો નફો હોય તો 50-50 વહેંચવામાં આવે છે. જો નુકસાન થાય તો પણ 50-50 શેર કરવામાં આવે છે. ઈન્વેસ્ટમેન્ટ પણ 50-50 વહેંચાયેલું છે.

કેજરીવાલે પીએમને લખ્યો પત્ર
તેમણે કહ્યું, "મેં PMને પત્ર લખ્યો છે કે આપણે વિદ્યાર્થીઓને 50 ટકા છૂટ આપવી જોઈએ. છૂટ આપવાથી જે ખર્ચ થશે, તે ખર્ચ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહેંચવામાં આવશે. આમાં કોઈ રાજનીતિ નથી અને કોઈ રાજનીતિ ન હોવી જોઈએ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક