Home International Army Chief Gen Dwivedi Also Mentioned Operation Sindoor Know What He Said

Kargil Vijay Diwas : ફ્રી હેન્ડ મળતા જ....OPERATION SINDOOR પર બોલ્યા સેના અધ્યક્ષ

Kargil Vijay Diwas
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 06:21 AM IST

દેશભરમાં આજે 26મો કારગિલ વિજય દિવસ ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાંજલિની લાગણી સાથે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે દેશભરના નાગરિકો અને જવાનોએ 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા નાયકોને કૃતજ્ઞતા અર્પણ કરી. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દ્રાસમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમને સંબોધિત કરતા દેશના શહીદો માટે ભાવનગર અને ગૌરવ વ્યક્ત કર્યો.

“શહીદોનો ત્યાગ રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક”
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે,

“કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ નાયકોના આપણે સદાય ઋણી રહીશું. તેમનો ત્યાગ અને સમર્પણ આપણા માટે પ્રેરણા છે.”

ઓપરેશન સિંદૂર: 2025ના નિર્ણાયક પગલાં પર ખુલાસો

આ અવસરે જનરલ દ્વિવેદીએ તાજેતરમાં ભારત દ્વારા કરવામાં આવેલા "ઓપરેશન સિંદૂર" વિષે પણ મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે કહ્યું કે:

  • "પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે તાત્કાલિક અને નિર્દય પ્રતિસાદ આપ્યો."

  • "9 મહત્વપૂર્ણ આતંકી ઠેકાણાંઓને પાકિસ્તાનમાં ચોક્કસ નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા."

  • "કોઈપણ નિર્દોષ નાગરિકને નુકસાન ન થાય તે રીતે સમગ્ર ઓપરેશન યથાશક્તિ સંયમપૂર્વક પાર પાડવામાં આવ્યું."

જનરલએ ઉમેર્યું કે, "સરકારની સ્પષ્ટ છૂટછાટ બાદ, ભારતીય સેનાએ પૂર્વનિયોજિત, ટૂંકા ગાળાના મિશન દ્વારા આ સફળતા મેળવી હતી."


કારગિલ યુદ્ધની યાદ

1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને પાછા ખદેડી રાષ્ટ્રની ભૂમિને સુરક્ષિત રાખી હતી. 26 જુલાઈ એ એ જ વિજય દિવસ છે, જ્યારે ભારતીય સેને 'ઓપરેશન વિજય' સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video