Home Gujarat Aravalli Shamlaji Smc Firing Prohibition Accused Injured

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ : પોલીસ કસ્ટડીમાંથી ભાગતા આરોપીને ખભાના ભાગે વાગી ગોળી

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 10:09 AM IST

અરવલ્લીમાં શામળાજી નજીક પ્રોહીબીશન કેસમાં ઝડપાયેલા આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં સુરત પોલીસ સ્પેશિયલ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ SMC ટીમ આરોપીને રાજસ્થાનમાંથી લઈને આવી રહી હતી. તે દરમિયાન શામળાજી નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

ભાગવાના પ્રયાસ દરમિયાન ફાયરિંગ

આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન આરોપીને ખભાના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર

ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં હિંમતનગર પોલીસની ટીમ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

A ડિવિઝનના PI પ્રકાશ ચૌધરી પણ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SMCના અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now