Home Gujarat Aravalli Modasa Mazum River Death Due To Car Falling

અરવલ્લીના મોડાસામાં માઝૂમ નદીમાં કાર ખાબકી : ગંભીર અકસ્માતમાં ચાર શિક્ષકોના મોત

અરવલ્લીના મોડાસામાં માઝૂમ નદીમાં કાર ખાબકી
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 09:41 AM IST

અરવલ્લીના મોડાસામાં શાળાજી બાયપાસ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. 9 ઓગસ્ટે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી. જે કારમાં સવાર ચાર શિક્ષકોના મોત થયા હતા.


ચાર શિક્ષકના મૃત્યુ

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યો હતો, પરંતુ જ્યારે કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે ચારેય શિક્ષકના મૃત્યુ થઈ ચૂક્યા હતા.


મૃતકો ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા

મૃતક તમામ ચાર વ્યક્તિ મોડાસાની એક ખાનગી સ્કૂલ અને મોશન ટ્યુશન ક્લાસિસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

વિશાલ રાજ

આબીદ મોરડીયા

કપિલ ઉપાધ્યાય

દિપક મેવાડા


ASPએ શું કહ્યું?

અરવલ્લી ASP સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું કે, ''પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે, જે શામળાજી તરફ જાય છે , આ બાજુ ધનસુરા તરફ એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઇવરે ગુમાવી દીધો છે અને જેથી કરીને ગાડી છે એ નીચે ઉતરી ગયેલી છે. ટોટલ એમાં ચાર જણા હતા''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now