Home Gujarat Aravalli Bus Meets With Terrible Accident In Jodhpur

અરવલ્લીની બસનો જોધપુરમાં ભયંકર અકસ્માત : ટ્રેલર સાથે બસ અથડાતા કચ્ચરઘાણ, 4નાં મોત, 17 શ્રદ્ધાળુ ઘાયલ

અરવલ્લીની બસનો જોધપુરમાં ભયંકર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 02:13 PM IST

રાજસ્થાનના જોધપુરમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસનો ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ઘટનાએ સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકનો માહોલ ફેલાવી દીધો છે.

બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી કુલ 20 શ્રદ્ધાળુઓ બસમાં સવાર હતા અને તેઓ રાજસ્થાનના રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બસ એક ટ્રેલર સાથે ભયાનક રીતે અથડાઈ ગઈ હતી, જેના કારણે બસ અને ટ્રેલર બંનેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

4 ના મોત 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા હતા, જ્યારે બસમાં સવાર અન્ય 17 શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

ગામમાં શોક અને ગમગીનીનો માહોલ છવાયો

બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે આખા ગામના લોકો પર આ દુર્ઘટના આવી પડતા ગામમાં પણ શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે. અકસ્માતના સમાચાર મળતા જ મૃતકોના પરિવારજનો અને સંબંધીઓ જોધપુર તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજસ્થાન પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મૃતકોના નામ

રાવલ વિનુભાઈ ચિમનભાઈ, વસાણીરેલ, સાબરકાંઠા

સુરેશ લાલાભાઈ, તાલુકાડા, અરવલ્લી

વિનુભાઈ મારોસા

જયેશ મારોસા

અકસ્માતમાં ઈજાગ્રસ્તોના નામ

મણીબહેન પ્રતાપભાઈ રાઠોડ (ઉં.વ.60), રમાણા, અરવલ્લી

મહાદેવભાઈ અમરાભાઈ પગી (ઉં.વ.40), રહેવાસી- રૂપમ, અરવલ્લી

પેમલાબહેન કનુભાઈ ઠાકોર (ઉં.વ.40), રમાણા, અરવલ્લી

રામાભાઈ કારીભાઈ રાઠોડ (ઉં.વ.52), રમાણા, અરવલ્લી

રોહન મહાદેવભાઈ પગી (ઉં.વ.6), રહેવાસી- રૂપમ, અરવલ્લી

પવન મહેન્દ્રભાઈ પગી (ઉં.વ.4), રહેવાસી- રૂપમ, અરવલ્લી

પલક મહેન્દ્રભાઈ પગી (ઉં.વ.2), રહેવાસી- રૂપમ, અરવલ્લી

કોકિલા મહેન્દ્રભાઈ પગી, રહેવાસી- રૂપમ, અરવલ્લી

ધીરુભાઈ લાલુભાઈ રાવત, (ઉં.વ.45), રહેવાસી- પુંડવાડા, જિલ્લો- સાબરકાંઠા

હીરલ ધીરુભાઈ રાવત, (ઉં.વ.25), રહેવાસી- પુંડવાડા, જિલ્લો- સાબરકાંઠા

મહેંદી હુસેન ઇસાદભાઈ (ઉં.વ.૩૬), રહેવાસી- મોડાસા, જિલ્લો- અરવલ્લી

મુકેશ બદુરાભાઈ રાઠોડ (ઉં.વ.૩૦), રહેવાસી- રામોણા, અરવલ્લી

સીતા દીપકભાઈ રાઠોડ (ઉં.વ.30), રામોણા, અરવલ્લી

સુમન વિનુભાઈ રાવલ (ઉં.વ.41), વાસમિરીલ, અરવલ્લી

પરેશભાઈ નરસી પગી (ઉં.વ.34), રહેવાસી- રૂપણ, અરવલ્લી

કાનાભાઈ રેવાભાઈ ઠાકોર (ઉં.વ.62), રહેવાસી- રમાણા, અરવલ્લી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now