Home Gujarat Aqis Shama Parveen Spewed The Venom Of Jihad On Social Media

AQIS શમા પરવીન સોશિયલ મીડિયામાં 'જેહાદ'નો ઝેર ઓકતી! : ગઝવા ઉલ હિન્દ સાથે સંબંધિત પોસ્ટ કરતી! થયા અનેક ખુલાસા

AQIS શમા પરવીન સોશિયલ મીડિયામાં 'જેહાદ'નો ઝેર ઓકતી!
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 12:57 PM IST

પ્રતિબંધિત આતંકી સંગઠન AQISની વિચારધારા ફેલાવવા ચાર આરોપીઓની ગુજરાત ATSએ દબાચ્યા હતા. જે બાદ શમા પરવીન નામની મહિલાની પણ ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. જે AQIS આંતકી સંગઠનની શમા પરવીન દ્વારા તેમના અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે વિવિધ સોશિયલ મીડિયામાં AQISની પોસ્ટ કરવામાં આવતી હતી. જે અંગે કેટલાક ખુલાસા પણ થયા છે.

શમાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને શું કહ્યું?

શમા પરવીન સોશિયલ મીડિયામાં ભારત-પાક. સંઘર્ષ (07 થી 10 મે) દરમિયાન ગઝવા ઉલ હિન્દ હેઠળ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કહી રહી છે. એક પોસ્ટમાં તે લાલ મસ્જિદ લાહોરના ઇમામ અબ્દુલ અઝીઝનું બયાન, ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે જણાવી રહી છે. અન્ય પોસ્ટમાં AQIS અમીર અસીમ મુનીરના બયાન, ગઝવા ઉલ હિન્દ સાથે સંબંધિત, ભારતીય રાજ્ય વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણીજનક, ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવતી પોસ્ટ કરી હતી.


''યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે''

આપને જણાવીએ કે, તેણે મુહમ્મદ વકાસ ફેસબુક પેજને ટેગ કરી લખ્યું હતું કે, ''હાફિઝ સાહેબ... આ બીમાર માણસને યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે, હાફિઝ સાહેબ, અલ્લાહે તમને તમારી ભૂલો સુધારવા માટે એક સુવર્ણ તક આપી છે, સમય આવી ગયો છે. માત્ર ઇસ્લામ પર તમારી નીતિઓને બદલવાનો અને ફરીથી ગોઠવવાનો ખરેખર તમારી પાસે એક સુવર્ણ તક છે. આ મંદબુદ્ધિ ભારતીય અધિકારી ભૂતકાળમાં અપનાવેલા નબળા વલણને કારણે આટલું ઉશ્કેરણીજનક બોલવાની હિંમત કરે છે. વિદેશી શક્તિઓને ખુશ કરવાની અને તેમના માટે કામ કરવાની નીતિ, જ્યારે સંયમના બહાને જેહાદ છોડી દેવાથી, અમને ફક્ત શરમ આવી છે.ય હાફિઝ સાહેબ, અંસારનું અનુકરણ કરવાનો સમય આવી ગયો છે... તો #પ્રોજેક્ટ ખિલાફત અપનાવો, ઇસ્લામના અમલીકરણ માટે નાસર આપો, મુસ્લિમ ભૂમિને એક કરો અને #હિન્દુત્વના ફિતનાને દૂર કરવા માટે આગળ વધો, અને ઝાયોનિઝમ. અલ્લાહે તમને આ તક આપી છે, તેથી તેને ચૂકશો નહીં, અને યાદ રાખો કે અલ્લાહ કોઈને જેટલી મોટી તક આપે છે, તેટલી જ મોટી હશે''
ગ્રૂપમાં 10,000 યુઝર્સ હતા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ શમા અંસારી બે ફેસબુક પેજ અને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી, જેમાં કુલ 10,000 યુઝર્સ હતા. શમા તેના દ્વારા AQIS અને અન્ય કટ્ટરપંથી પ્રચારકોના વિચારો શેર કરતી હતી. તેમાં AQIS નેતા મૌલાના અસીમ ઉમર, મૃત અલ કાયદાના વિચારક અનવર અલ-અવલાકી અને લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના ભાષણોના વીડિયો શેર કરવામાં આવતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now