Home Business April 1 Rule Changes How These 10 Updates Will Affect Your Finances

April 1 Rule Changes: આજે મધરાતથી બદલાઈ જશે આ 10 મહત્વપૂર્ણ નિયમ : જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

April 1 Rule Changes
Published by: Viral Patel
Last Updated: Mar 31, 2026, 07:30 PM IST

April 1 Rule Changes: નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે 1 એપ્રિલ 2026થી દેશમાં શ્રમ અને ટેક્સ સિસ્ટમ સાથે જોડાયેલા અનેક મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં નવો ઈનકમ ટેક્સ એક્ટ-2025, સુધારેલી રિબેટ લિમિટ, બેંકિંગ અને ટ્રાવેલ સંબંધિત નિયમો સામેલ છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પડશે. તેથી, આ વિશે અગાઉથી જાણકારી હોવી જરૂરી છે. ચાલો જાણીએ 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર અસર પાડનારા 10 મોટા નાણાકીય ફેરફારો કયા છે?

ઇનકમ ટેક્સ એક્ટ 2025 લાગુ

આ નવો કાયદો 60 વર્ષ જૂના ઈનકમ ટેક્સ એક્ટ, 1961નું સ્થાન લેશે. તેનો હેતુ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ લાવવાનો છે. હવે ‘એસેસમેન્ટ યર’ અને ‘પ્રિવિયસ યર’ને બદલે ‘ટેક્સ યર’ શબ્દનો ઉપયોગ થશે. એટલે કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધીની આવકને 'ટેક્સ યર 2026-27' કહેવામાં આવશે. આ ઉપરાંત, કલમો (Sections)ની સંખ્યા 819 થી ઘટાડીને 536 અને પ્રકરણો (Chapters) 47 થી ઘટાડીને 23 કરવામાં આવ્યા છે.

વધુ ટેક્સ રિબેટનો લાભ

નવી ટેક્સ સિસ્ટમમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર અસરકારક રીતે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ લાભ સેક્શન 87A હેઠળ વધેલી રિબેટને કારણે મળશે. આ સાથે, પગારદાર લોકોને 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારાની રાહત આપશે.

TDS ફોર્મમાં ફેરફાર

1 એપ્રિલ 2026થી ફોર્મ 16ના સ્થાને ફોર્મ 130 અને ફોર્મ 16Aના સ્થાને ફોર્મ 131 લાગુ થશે. તેનો હેતુ ટેક્સ ડોક્યુમેન્ટેશનને સરળ બનાવવાનો અને પગાર તેમજ વ્યાજની આવકના રિપોર્ટિંગને બહેતર બનાવવાનો છે.

PAN કાર્ડના નિયમો કડક

હવે PAN કાર્ડની અરજી માટે આધાર કાર્ડ જન્મતારીખના પુરાવા તરીકે પૂરતું ગણાશે નહીં. અરજદારોએ 10મીની માર્કશીટ, પાસપોર્ટ અથવા જન્મનું પ્રમાણપત્ર જેવા કાયદેસરના દસ્તાવેજો આપવા પડશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) માં ફેરફાર

હવે SGB પર ટેક્સ મુક્તિ માત્ર RBIના પ્રાઈમરી ઈશ્યુમાંથી ખરીદેલા રોકાણ પર જ મળશે. સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદેલા SGB પરનો નફો ટેક્સેબલ (કરપાત્ર) હશે. આના પર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન અથવા શોર્ટ ટર્મ ગેઈન તરીકે ટેક્સ લાગશે.

વિદેશ પ્રવાસ પર TCS દરોમાં ફેરફાર

પહેલા 7 લાખ રૂપિયા સુધી 5% અને તેનાથી વધુ રકમ પર 20% TCS લાગતો હતો. હવે 1 એપ્રિલથી તમામ આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ પર 2% ફ્લેટ TCS લાગશે, તે પણ કોઈપણ લઘુત્તમ મર્યાદા વગર.

ATM ઉપાડના નિયમોમાં ફેરફાર

ઘણી બેંકોએ ATM નિયમો અપડેટ કર્યા છે. HDFC બેંક હવે UPI ATM ટ્રાન્ઝેક્શનને ફ્રી લિમિટમાં સામેલ કરશે, જ્યારે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી દરેક ઉપાડ પર 23 રૂપિયા ચાર્જ લાગશે. બંધન બેંક મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે, ત્યારબાદ 23 રૂપિયા ચાર્જ લાગશે. ખાતામાં ઓછું બેલેન્સ હોવાને કારણે ફેલ થયેલા ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે.

રિવાઇઝ્ડ ITR માટે નવી ડેડલાઇન

હવે ટેક્સપેયર્સને સુધારેલું રિટર્ન (Revised Return) ફાઈલ કરવા માટે 12 મહિનાનો સમય મળશે, જે પહેલા 9 મહિના હતો. જોકે, 9 મહિના પછી ફાઈલ કરવા પર પેનલ્ટી લાગશે.

LPGના ભાવમાં ફેરફારની શક્યતા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે 1 એપ્રિલથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે.

ટ્રેન ટિકિટ કેન્સલેશનના નિયમો કડક

ઈન્ડિયન રેલ્વેએ રિફંડના નિયમો કડક બનાવ્યા છે. હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ મળશે નહીં, અગાઉ આ મર્યાદા 4 કલાકની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શેરબજારમાં રોકાણની ABCD
ડોલર મજબૂત બનતા NRI માટે મોટો ફાયદો
New Labour Code: PF વધશે, ઇન-હેન્ડ સેલરી ઘટશે, 1 વર્ષમાં ગ્રેચ્યુઈટી
ભારત કે અફઘાનિસ્તાન?