Home Gujarat Approval For Premature Return Of Ips Dr Shamsher Singh From Deputation

IPS ડૉ. શમશેર સિંઘને ડેપ્યુટેશનમાંથી અકાળ પરત મોકલવાની મંજૂરી : BSFના ADG નિયુક્ત હતા, હવે ગુજરાતમાં સોંપાશે મોટી જવાબદારી?

IPS ડૉ. શમશેર સિંઘને ડેપ્યુટેશનમાંથી અકાળ પરત મોકલવાની મંજૂરી
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 08:32 AM IST

IPS Dr. Shamsher Sing : ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એડિશનલ ડિરેક્ટર જનરલ અને 1991 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી ડૉ. શમશેર સિંઘને તેમની કેન્દ્રીય ડેપ્યુટેશનમાંથી અકાળ પરત મોકલવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ આ મંજૂરી તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને ડૉ. શમશેર સિંહને તેમના મૂળ ગુજરાત કેડરમાં પરત મોકલવામાં આવશે. અધિકારીને કઈ તારીખે રિલીવ કરવામાં આવશે તે અંગેની માહિતી મંત્રાલયને જાણ કરવાની રહેશે.

ડેપ્યુટેશનમાંથી અકાળ પરત મોકલવાની મંજૂરી

ઉલ્લેખનીય છે કે ડૉ. શમશેર સિંઘને ગયા વર્ષે જાન્યુઆરી 2025માં ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ના ડીજીપી તરીકેની જવાબદારીમાંથી કેન્દ્રીય ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ BSFમાં એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. તેમની આ કેન્દ્રીય નિમણૂકની મુદત માર્ચ 2026માં નિવૃત્તિ સુધીની હતી.

ગૃહ મંત્રાલયે તેમને અકાળ પરત મોકલવાનો નિર્ણય લીધો

પરંતુ હવે તેમની મુદત પૂર્ણ થવા પહેલા જ ગૃહ મંત્રાલયે તેમને અકાળ પરત મોકલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળના ચોક્કસ કારણો અંગે હાલ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, આ નિર્ણયને લઈને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.

આ નિર્ણયથી રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે ચર્ચાઓ

હવે ડૉ. શમશેર સિંઘને ગુજરાત કેડરમાં પરત ફર્યા બાદ તેમને કઈ જવાબદારી સોંપવામાં આવશે તે અંગે પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now