Home Gujarat Appointment Of Chairman And Vice Chairman In Dudhsagar Dairy

DudhSagar Dairy માં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક : અશોક ચૌધરી ફરી ચેરમેન, પટેલ ચહેરાને મળ્યું વાઇસ ચેરમેન પદ

DudhSagar Dairy માં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 08:00 AM IST

DudhSagar Dairy : મહેસાણામાં દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદોની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ફરી એકવાર અશોક ચૌધરી ચેરમેન તરીકે ચૂંટાયા છે, એટલે કે તેઓને ફરીથી પદ પર રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે દશરથભાઈ પટેલને ડેરીના નવા વાઇસ ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક બાદ ડેરીના કારોબારમાં નવી ટીમ સાથે કામકાજ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અશોક ચૌધરી GCMMF ના પણ ચેરમેન છે

મહેસાણા વિભાગની બેઠક માટે અશોક ચૌધરીએ તેમનો ઉમેદવારી ફોર્મ ભર્યા હતો અને તેમના સામે એકપણ હરીફ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ વિજેતા તરીકે નક્કી થયા છે. અશોક ચૌધરી હાલમાં દૂધસાગર ડેરી તેમજ GCMMF (અમૂલ ફેડરેશન)ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, જેના કારણે તેમની જીતને ખાસ મહત્વ મળ્યું. જેની સાથે તેઓ ફરી એકવાર ડેરીના ચેરમેન બન્યા છે.

કેમ ચેરમેન યથાવત અને વાઈસ ચેરમેન બદલાયા?

પૂર્વ વાઈસ ચેરમેન યોગેશ પટેલે અને ચેરમેન અશકો ચૌધરી વચ્ચે ગ્રજગ્રાહ જગજાહેર થયો હતો અને સામ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જે વિવાદમાં 'ડેરી પર 1790 કરોડ રૂપિયાનું દેવું છે પરંતુ સાગર પત્રિકામાં ખોટો આંકડો લખેલો' તેવો દાવો પણ પૂર્વ વાઈસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ