Surat News: સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વરાછાની ઘનશ્યામ નગર સોસાયટીમાં કેટલાક યુવકો અને એક મહિલા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.
વરાછાના ઘનશ્યામ નગર સોસાયટીમાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો ઘસી આવ્યા હતા. આ ટોળામાં કેટલાક યુવકોની સાથે એક યુવતી અને તેના સાથી મિત્ર પણ સામેલ હતા. આ તમામે સોસાયટીમાં જાહેરમાં તોડફોડ મચાવી હતી જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં તોડફોડ કરવામાં આવી રહી છે. વીડિયોમાં મહિલા પણ જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોના આધારે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






