Home Gujarat Another Youth Commits In Surat Cctv Footage Surfaced

Surat માં વધુ એક યુવકે જીવન ટૂંકાવ્યું : આપઘાતના સનસનાટી ભર્યા CCTV ફૂટેજ આવ્યા સામે

Surat માં વધુ એક યુવકે જીવન ટૂંકાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 11:07 AM IST

સુરતના પુણાગામમાં ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે યુવકે બહેનના સસરાને મચાલો લેવા મોકલી આઈસર ટ્રક આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડતા મોત નીપજ્યું હતું. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે. જોકે આ ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે.

આ ઘટનાના CCTV સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવકે ક્યાં કારણોસર આત્મહત્યાનું આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સમગ્ર મામલે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના પરિવારજનોનો સંપક સાધીને તેના આપઘાત પાછળના કારણો જાણવાના પ્રયાસો કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં 31 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે.યુવક વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.

ટ્રકનું ટાયર નિલેશ પરથી ફરી વળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું સોમવારે બપોરે મોત થયું હતું. મૃતક નિલેશે ક્યા કારણોસર આપઘાત કર્યું તે સામે આવ્યું નથી. પુણા પોલીસે મૃતક નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now