Home Gujarat Another Student A Student With Scissors Outside The School In Navsari

નવસારીમાં સ્કૂલ બહાર વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ કર્યો કાતરથી હુમલો : વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ, વાલીઓમાં ચિંતા, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

નવસારીમાં સ્કૂલ બહાર વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ કર્યો કાતરથી હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 02:48 PM IST

Navsari student case : નવસારી શહેરમાં વાલીઓ માટે ચેતવણી સમાન એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરની એક નામાંકિત સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી, જેમાં એક વિદ્યાર્થીએ પોતાના સાથી વિદ્યાર્થી પર કાતરથી હુમલો કર્યો હતો.

સ્કૂલ મેનેજમેન્ટની પૂછપરછ

માહિતી મુજબ, સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ બાખડ્યા હતા અને નાની બાબતમાં થયેલા વિવાદ દરમિયાન એક વિદ્યાર્થીએ ગુસ્સામાં આવી બીજા વિદ્યાર્થીને ધારદાર કાતર વડે ઘા માર્યા હતા. કાતર વાગતાં જ ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના પછી ઘાયલ વિદ્યાર્થીએ તુરંત આ બાબત પોતાના વાલીને જણાવી, જેના કારણે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

વાલીઓ અને શિક્ષણજગતમાં ચિંતા

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદમાં પણ વિદ્યાર્થીએ પોતાના સહાધ્યાયીના ગંભીર હુમલો કર્યો હતો. હવે આવી જ ઘટના નવસારીમાં જોવા મળતા વાલીઓ અને શિક્ષણજગતમાં ચિંતા ફેલાઈ છે. સ્કૂલોના બહાર સુરક્ષા અને વિદ્યાર્થીઓમાં ઊભી થતી હિંસક વૃત્તિઓ અંગે તંત્ર, સ્કૂલ અને વાલીઓએ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા જરૂરી હોવાનું શિક્ષણવિદો માની રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now