ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સાથે રાજ્ય સરકાર રાજ્યની રોડ કનેક્ટિવિટી પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. આ અંતર્ગત ગુજરાતના વડોદરાને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવા માટે હાઇ-સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 381.86 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રખ્યાત પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો વચ્ચે કનેક્ચટિવિટી સુધારવાનો છે.
The ₹381.86 Cr high-speed corridor project that connects Vadodara to the Statue of Unity broke ground
— Gujarat Infra (@Gujarat_Infra) March 24, 2025
It includes 3 overbridges at Ratanpur, Kelanpur, and Dabhoi-Shinor, along with an underpass near Thuvavi
A ring road passing through Farti Kui, Dabhoi will be constructed pic.twitter.com/jr1aM0vVhz
3 એલિવેટેડ ઓવરબ્રિજનું નિર્માણ
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભૂમિપૂજન સમારોહ દરમિયાન આ હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રતનપુર, કેલનપુર અને ડભોઈ-શિનોર ઈન્ટરસેક્શન પર 3 એલિવેટેડ ઓવરબ્રિજનું બાંધકામ સામેલ હશે. આ ઉપરાંત થુવાવી પાસે અંડરપાસ પણ બનાવવામાં આવશે.
વધુ સારો રહેશે પ્રવાસીઓનો પ્રવાસનો અનુભવ
હાઇ-સ્પીડ કોરિડોર વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જનારા મુસાફરોને મોટી સુવિધા પૂરી પાડશે. આનાથી તેમનો સમય અને ઇંધણની ઘણી બચત થશે. આ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પ્રવાસના અનુભવને વધારશે.
રીંગ રોડનું નિર્માણ
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના હાઈ-સ્પીડ કોરિડોર સિવાય આ વિસ્તારમાં રિંગ રોડ તરીકે બીજો રોડ બનાવવામાં આવનાર છે, જે ફરતી કુઈ, ધરમપુરી અને ડભોઈમાંથી પસાર થશે.






