Home Gujarat Announcement Of Presidents Distinguished Service Medal On The Occasion Of Independence Day

સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત : ગુજરાતના 2 પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ, કુલ 23 પોલીસ જવાનોની થઈ પસંદગી

સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 01:17 PM IST

india 79th independence day: સ્વતંત્રતા દિવસ 2025 નિમિતે શૌર્ય અને સેવા ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. આ શુભ અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયતની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 233 કર્મચારીઓને શૌર્ય ચંદ્રક જ્યારે 99 કર્મચારીઓને વિશિષ્ટ સેવા ચંદ્રક તો 758 કર્મચારીઓને મેરીટોરીયસ સર્વિસ ચંદ્રક એનાયત થશે. આમાં ગુજરાતના બે પોલીસ અધિકારીઓની પ્રેસિડેન્ટ એવોર્ડ અને 21ની પ્રસંશનીય સેવા માટે પસંદગી કરવામાં આવી છે. IPS પિયુષ પટેલ અને DySP મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. જુઓ લિસ્ટ

પ્રેસિડેન્ટ એવોર્ડ માટે પસંદગી

  • પીયૂષ પટેલ, ACB, ગુજરાત

  • મુકેશ સોલંકી, DYsp

પ્રસંશનીય સેવા માટે પસંદગી

  • શરદ સિંઘલ, IG

  • કે.એન. ડામોર, IG

  • આર.પી.બારોટ, DIG

  • બી.એલ, દેસાઈ, ડીવાયએસપી

  • મહાવીરસિંહ વાઘેલા, ડીવાયએસપી

  • બી.એન.દવે, ડીવાયએસપી

  • કે.એ.પાટીલ, ASI

  • મિલિન્દ સુર્વે, ઈન્સપેક્ટર

  • અનિલકુમાર ગામિત, ASI

  • પરેશ કુમાર પટેલ, ASI

  • લલિત જોશી, ઈન્સપેક્ટર

  • આર.આર.ભદોરિયા, હેડ કોન્સ્ટેબલ

  • રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, ASI

  • સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, ASI

  • વિનોદકુમાર નામદેવ વાડલે, ASI

  • વિક્રમસિંહ નટુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ

  • વી.કે.રાઠોડ, સબ ઈન્સપેક્ટર

  • પંકજસિંહ કુબેરસિંહ રાણા, સબ ઈન્સપેક્ટર

  • વિરેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા, ASI

  • રમેશકુમાર ત્રિપાઠી, કોન્સ્ટેબલ

  • બકુલ હરજીવનભાઈ પરમાર, ASI

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now