Home Gujarat An Incident In Botad That Is A Disgrace To The Education World

બોટાદમાં શિક્ષણ જગતમાં લાંચન લગાવતી ઘટના : આચાર્ય દિનેશ ભૂવાએ વિદ્યાર્થિનીઓ સાથે કરી છેડતી!, નોંધાઈ ફરિયાદ

બોટાદમાં શિક્ષણ જગતમાં લાંચન લગાવતી ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 06:55 AM IST

બોટાદ શહેરમાં શિક્ષણ જગતને લાંચન લગાવતી ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પાળીયાદ રોડ પર ગોકુળ મેડિકલના ખાંચામાં આવેલી કે. એમ. દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભૂવા વિરુદ્ધ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કાતર લેવા માટે આચાર્યની ઓફિસમાં ગઈ હતી. તે દરમિયાન આચાર્યે વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરી શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે. સાથે જ “આવતા વર્ષે તું કોમર્સ અહીં જ ભણશે” કહી વિદ્યાર્થીનીને પકડી રાખ્યાનું પણ જણાવાયું છે.

દિનેશ ભૂવાએ વિઘાથીનીઓ સાથે છેડતી કરતા ફરિયાદ

વિદ્યાર્થીનીએ ઘરે જઈ પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, તેની સાથે તેમજ બીજી બે વિદ્યાર્થીનીઓ સાથે પણ આચાર્ય દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા ત્રણેય વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળામાં પહોંચ્યા અને આચાર્યને પ્રશ્ન કર્યો. આ દરમિયાન આચાર્યે વાલીઓને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.

કડકમાં કડક સજા કરવા વિઘાથીનીના વાલીઓએ કરી માંગ

આ મામલે વાલીઓએ બોટાદ પોલીસ સ્ટેશનમાં દિનેશ ભૂવા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતી, જાતિ આધારિત અપમાન અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આચાર્યની અટકાયત કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં રોષ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીનીઓના વાલીઓએ માંગ કરી છે કે આવા લંપટ આચાર્યને કાયદાનું ભાન કરાવી કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને શિક્ષણ ક્ષેત્રની પવિત્રતા જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now