પહેલગામના આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓની હત્યા થઈ છે. જેમાં બે ભાવનગરના રહેવાસી હતા. આજે ભાવનગરમાં જ્યારે બંને મૃતક પિતા પુત્રની અંતિમ યાત્રા નીકળી ત્યારે મુખ્યમંત્રી સહિત રાજકીય અને સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સગીરે CMને જણાવી પોતાની આપવીતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તે દરમિયાન CMને મૃતક સ્મિતના કૌટુંબિક ભાઈએ આખી ઘટના અંગે આપવીતી વર્ણવી.
તેણે સીએમને કહ્યું કે દૂરથી અચાનક ફાયરિંગ થવા લાગ્યું હતું, હું સ્મિતથી થોડે દૂર હતો અને દિવાલની પાછળ હતો ત્યારે સ્મિતને ગોળી મારી ત્યારબાદ હું તેને ઢસડીને દરવાજા સુધી લઈ ગયો હતો, ત્યાં કોઈ પોલીસ કે આર્મીની સુરક્ષા ન્હોતી. લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી.
આપને જણાવી દઈએ કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે રહેતા સ્મિત પરમાર અને તેના પિતા યતીશભાઈ પરમારની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





