Home Gujarat Amul Appoints New Chairman And Vice Chairman

અમૂલ ડેરીના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી : શાભેસિંહ પરમાર બન્યા ચેરમેન, વિજય પટેલ વાઇસ ચેરમેન

અમૂલ ડેરીના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 08:56 AM IST

Amul Dairy Chairman : અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં સર્વસમંતિથી સાંભેસિંહ પરમારને અમૂલ ડેરીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે.

ટેકેદારો અને સહયોગીઓમાં ભારે ઉત્સાહ

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને કોઈ વિવાદ વિના સર્વસહમતિથી બંને પદાધિકારીઓની પસંદગી થતાં અમૂલ ડેરીના સંચાલનમાં સ્થિરતા અને એકતાનો સંદેશો મળ્યો છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી બાદ તેમના ટેકેદારો અને સહયોગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સર્વસમંતિથી પસંદગી

નવી નિયુક્ત ટીમ દ્વારા અમૂલ ડેરીના વિકાસ, દૂધ ઉત્પાદકોના હિતોની રક્ષા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના દિશામાં કામ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ભાજપના વિજેતા ઉમેદવારના નામ

આણંદ - કાંતિ સોઢા પરમાર

ખંભાત - રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર

પેટલાદ - બીનાબેન તજસકુમાર પટેલ

નડિયાદ - વિપુલ કાંતિ પટેલ

ઠાસરા - પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર

બાલાસિનોર- રાજેશ પાઠક

મહેમદાવાદ - ગૌતમ ચૌહાણ

વિરપુર - શાભેસિંહ પરમાર

કઠલાલ - ઘેલા માનસિંહ ઝાલા

માતર - ભગવતસિંહ કાળીદાસ પરમાર

વ્યક્ત સભાસદ - વિજય ફુલા પટેલ

કોંગ્રેસના વિજેતા ઉમેદવારોના નામ

કપડવંજ - ભુરા લક્ષ્મણ સોલંકી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now