ગીર સોમનાથના તાલાલા તાલુકામાં બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળમાં હલચલ મચી ગઈ છે. સુરતની એક પરિણીતાએ પોલીસમાં અરજી કરી છે કે આરોપીએ તાલાલા તાલુકાના બોરવાવ ગામ પાસે આવેલા એક રિસોર્ટમાં કેફી પીણું આપીને દુષ્કર્મ આચર્યું હતું.
અગાઉ પોસ્ટ મારફતે અરજી કરી હતી
યુવતીએ પહેલા તાલાલા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ દ્વારા લેખિત અરજી મોકલેલી હતી, પરંતુ કઈ કાર્યવાહી ન કરવામાં આવતા. તે યુવતીએ ખુદ પોલીસ મથકે પહોંચીને સમગ્ર હકીકત જણાવ્યું અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ શરૂ
સમગ્ર મામલે તાલાલા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે રિસોર્ટના CCTV ફૂટેજ, આરોપીના ફોન રેકોર્ડ્સ અને યુવતીના નિવેદનોના આધારે તપાસ હાથ ધરી છે
રાજકીય પડઘો પડશે?
આ મામલો જિલ્લા ભાજપ માટે પણ મુશ્કેલીરૂપ બની શકે છે, કારણ કે આરોપી વ્યક્તિ પક્ષના પ્રમુખ પદે રહેલા છે. જો આરોપો સાચા ઠરે તો રાજકીય સ્તરે ગંભીર પગલાં લેવાઈ શકે છે.
વીડિયો વાયરલ કરવાની ધમકી
યુવતીના જણાવ્યા મુજબ પ્રદીપ ભાખર સાથે અગાઉથી ઓળખ હતી. આરોપી દ્વારા યુવતીને રિસોર્ટમાં બોલાવી, કેફી પીણું પીવડાવી અને પછી બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીના ફોટા અને વીડિયો ઉતારી તેને મૌન રાખવા માટે ધમકાવી હતી કે જો તે કંઈ બોલશે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.






