Home Gujarat Amreli Jafarabad One Sided Love Murder Case Kadiyali

અમરેલીમાં એક તરફી પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંત : સગીરાના પરિવારે યુવકને માર મારતા યુવકનું થયું મોત

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 14, 2026, 11:44 AM IST

Amreli Crime News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામમાં એક તરફી પ્રેમ પ્રકરણનો દુઃખદ અને ચોંકાવનારો અંત આવ્યો છે. ગામની એક સગીરા પાછળ પડેલા 23 વર્ષીય યુવકનું સગીરાના પરિવારજનોએ માર મારી ઢીમ ઢાળી દીધુ. પોલીસે આ મામલે સગીરાના પિતા સહિત એક જ પરિવારના 4 સભ્યોની ધરપકડ છે.

મૃતક યુવકની ઓળખ રાજેશ લખમણભાઈ બાંભણીયા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજેશ ગામની જ એક સગીરા પાછળ પડ્યો હતો. આ બાબતે અગાઉ પણ યુવતીના પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારના આક્ષેપ મુજબ યુવકે પોતાની હરકતો બંધ કરી ન હતી જેના કારણે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

અગાઉ પણ થયો હતો વિવાદ

લગભગ 2 મહિના પહેલાં યુવતીનો પરિવાર ડૂંડાસ ગામે દર્શન માટે ગયો હતો. તે સમયે પણ રાજેશ ત્યાં પહોંચી ગયો હતો. યુવતીના પિતાને આ અંગે શંકા જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે ગામના આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થતાથી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો હતો. બંને પક્ષો એક જ સમાજ અને એક જ ગામના હોવાથી સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ વિવાદ સંપૂર્ણપણે સમાપ્ત થયો ના હતા.

આ પણ વાંચો: શેરબજારમાં મોટો નફો આપવાની અપાઈ લાલાચ : અમદાવાદના નિવૃત્ત ફાર્મા એડવાઈઝર સાથે થઈ ₹1.21 કરોડની સાયબર ઠગાઈ

ફોન કોલ બાદ બની ઘટનાની કડી

ઘટનાની રાત્રે સગીરાના પરિવાર તરફથી રાજેશનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફોન પર તેને સગીરા અને પરિવાર સાથે કોઈ પ્રકારનો સંબંધ કે સંપર્ક ન રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ફરી બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ફોન પર થયેલી ચર્ચા બાદ રાજેશ પોતાની બાઈક લઈને સગીરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં હાજર પરિવારજનોએ તેને રોક્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ અને રાજેશને ઘરની અંદર લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો: શંકાએ લીધો હિંસક વળાંક : શાકભાજી લઇને પરત ફરેલી પત્ની સાથે પતિએ જે કર્યું એનો અંદાજો પણ નહીં હોય

લાકડીઓ અને ઘાતક હથિયારોથી હુમલો

રાજેશને ઘરના ડેલામાં લઈ ગયા બાદ પરિવારજનોએ રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રાજેશને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેનું મૃત્યુ થયું. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 'મોટા પગાર છતાં નિષ્ઠાથી કામ કરતા નથી' : શિક્ષકો પર કૃષિ મંત્રી રમેશ કટારાના પ્રહાર

4 આરોપીઓની ધરપકડ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન યુવતીના પિતા ઘેલાભાઈ સોલંકી, રોહિત સોલંકી, ઘેલાભાઈની પત્ની તેમજ સગીર વયની દીકરીની સંડોવણી સામે આવતાં ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. સગીર વયની દીકરી સંદર્ભે કાયદાકીય પ્રક્રિયા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હત્યા પાછળના તમામ સંજોગોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now