Home Gujarat Amreli Dog Attack The Father Saved The Child

Amreli માં માસુમ બાળકને શ્વાન ઉઠાવી લઈ ગયુ..! : પિતાએ શ્વાનની ચંગુલમાંથી બાળકને બચાવ્યો, હૈયુ હચમચાવતો VIDEO

Amreli માં માસુમ બાળકને શ્વાન ઉઠાવી લઈ ગયુ..!
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 07:53 AM IST

Amreli Dog Attack: અમરેલી શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનોનો ત્રાસ સામે આવ્યો છે. જશવંતગઢના બાયોકોલ ફેક્ટરી નજીક રખડતા શ્વાને બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, બે વર્ષના માસૂમ બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. બાળક રમતો હતો ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેને દોડી જઈ પકડી લીધો અને ઊઠાવી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

બાયોકોલ ફેક્ટરી પાસે શ્વાને બાળકને ભર્યા બચકા

આ ઘટના નજીકના સી.સી.ટી.વી. કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે શ્વાન બાળકને બચકા ભર્યા. બાળક શ્વાનને જોઈ રડવા લાગે છે અને તેટલામાં શ્વાન દોડી આવે છે અને બાળકને બચકા ભરે છે ત્યાર બાદ બાળકને ઉઠાવીને લઈ જવાનો પ્રયાસ કરે છે. તેટલામાં બાળકના પિતા હિંમતપૂર્વક શ્વાન સામે લડીને બાળકને તેની ચંગુલમાંથી છોડાવી લાવે છે. આ સમગ્ર ઘટનામાં બાળકને ઈજા પણ પહોંચી છે, જોકે પિતાની સતર્કતાથી બાળકનો જીવ બચી ગયું.


રખડતા શ્વાનોનો ત્રાસ

અમરેલીમાં આવા રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહીશો અને વાલીઓએ તંત્ર પાસે રખડતા શ્વાનો પર નિયંત્રણ લાવવા અને યોગ્ય પગલાં લેવા માંગ કરી છે, જેથી આવનારા દિવસોમાં આવી ભયાનક ઘટનાઓ ફરી ન બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now