Home Gujarat Amod Police Achieves Great Success

ભરુચમાં ત્યજી દીધેલ બાળક મામલે મોટો ખુલાસો : બાળકીની માતા મળી આવી, દુષ્કર્મી બનેવી થયો બેનકાબ

ભરુચમાં ત્યજી દીધેલ બાળક મામલે મોટો ખુલાસો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 11:11 AM IST

ભરુચના આમોદ નગરમાં એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ભાડાના મકાનની બહારથી રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકોએ તરત જ માલિકને જાણ કરી હતી, બાદમાં પોલીસે સ્થળ પર પહોંચી નવજાતનો કબજો લઈ તેને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી હતી. બાળકી લોહી લુહાણ હાલતમાં હોવાને કારણે ત્યારબાદ તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે આમોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે થોડા જ કલાકોમાં નવજાતને ત્યજી દેનાર યુવતીની ઓળખ કરી તેને કસ્ટડીમાં લીધી હતી.

પોલીસ સૂત્રો મુજબ માતા માત્ર પંદર વર્ષની છે અને કિશોરી માતા બનવાના કારણે તેણે બાળકીને ત્યજી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કિશોરીને પણ મેડિકલ ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી છે. હાલ બંને, માતા અને બાળક, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમોદ પોલીસે સગીરાનાં બનેવી ની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now