Amit Shah Vav-Tharad tour : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે બીજા દિવસે તેઓ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લેવાના છે. જેઓ આજે બનાસ ડેરીના વિવિધ અનેક મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહના કાર્યક્રમ સ્થળ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાણો સમગ્ર કાર્યક્રમોની રૂપરેખા
બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો CNG અને ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ અને 150 ટનના પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
સ્થળ: નવીન ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ
બનાસ ડેરીના સણાદર પ્લાન્ટમાં કાર્યરત પાવડર પ્લાન્ટ તેમજ બટાટાના પ્લાન્ટની મુલાકાત
સ્થળ: ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ
સોઈલ ટેસ્ટિંગ લેખના વર્ચ્યુઅલ નિરીક્ષણ બાદ એડમીન બ્લોક રેડિયો સ્ટેશનની મુલાકાત
ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ
સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠક
સ્થળ: ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર, જી. વાવ-થરાદ
ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબ, રૈયાની મુલાકાત
સ્થળ: રૈયા, જી.વાવ-થરાદ
બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બાયો CNG અને ફર્ટિલાઈઝર પ્લાન્ટની મુલાકાત
સ્થળ: બાયો CNG પ્લાન્ટ, અગથલા, લાખણી, જી. વાવ-થરાદ
મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ
સ્થળ:બાયો CNG પ્લાન્ટ, અગથલા, લાખણી, જી. વાવ-થરાદ
બનાસ ડેરી દ્વારા કાર્યરત ઓઈલ મીલ, આટા પ્લાન્ટ, THR પ્લાન્ટ તેમજ મધના પ્લાન્ટની મુલાકાત
સ્થળ: બનાસ ઓઈલ યુનિટ, બાદરપુરા, પાલનપુર, બનાસકાંઠા






