Home Gujarat Amit Shah Inaugurates Sanand Khoraj Sixlane Project And New Mla Housing Complex Gandhinagar

અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોની ભેટ : સિક્સ લેન માર્ગનું ખાતમુહૂર્ત, MLA ક્વાર્ટ્સનું ઉદ્ઘાટન

અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોની ભેટ
Published by: OBS Bureau
Last Updated: Oct 23, 2025, 05:51 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેમણે રાજ્યના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની શરૂઆત કરી. નવા વર્ષની ઉજવણી બાદ તેમણે સૌપ્રથમ સાણંદ-ખોરજ GIDC સિક્સલેન માર્ગના ₹805 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું અને ત્યારબાદ ગાંધીનગરના સેક્ટર-17 ખાતે ₹325 કરોડના ખર્ચે બનેલા ધારાસભ્યોના નિવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.


સાણંદ-ખોરજ સિક્સલેન માર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

સાણંદથી ખોરજ સુધીના ઔદ્યોગિક માર્ગ માટે અમિત શાહે ભૂમિપૂજન કર્યું. આ માર્ગ શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધી લગભગ 28.8 કિલોમીટર લાંબો રહેશે. પ્રોજેક્ટ હેઠળ બંને બાજુ સર્વિસ રોડ, 13 નાના પુલોના વિસ્તરણ અને 5 નવા અંડરપાસ બનાવવાની યોજના છે.

શાહે કહ્યું કે આ પ્રકારના આધુનિક માર્ગો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને નવી દિશા આપશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરશે. તેમણે ઉમેર્યું કે રાજ્યનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ રોજગાર અને રોકાણ બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગાંધીનગરમાં આધુનિક ધારાસભ્ય નિવાસ સંકુલનું ઉદ્ઘાટન

ગાંધીનગરના સેક્ટર-17 વિસ્તારમાં જૂના MLA ક્વાર્ટર્સ તોડી 12 ટાવરમાં કુલ 216 આધુનિક ફ્લેટોનો નવો નિવાસ સંકુલ તૈયાર કરાયો છે. આ મકાનો 5BHK કેટેગરીમાં છે, જેમાં ઓફિસ રૂમ અને સર્વન્ટ રૂમની સુવિધા પણ છે.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹325 કરોડ છે. પ્રતિ ફ્લેટનો અંદાજિત ખર્ચ ₹1.50 કરોડથી વધુ છે. માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવાયેલા આ સંકુલમાં દરેક યુનિટ 238.45 ચોરસ મીટર સુપર બિલ્ટઅપ અને 170.32 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવે છે.


સુવિધાઓ અને માળખાકીય રચના

નવા નિવાસ સંકુલમાં ધારાસભ્યોને સર્વસુવિધાયુક્ત જીવનશૈલી મળી રહે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી સેન્ટર, જિમનેશિયમ, કેન્ટીન, ઇન્ડોર ગેમ ઝોન, મેડિકલ સેન્ટર અને પ્રોવિઝન સ્ટોરની સુવિધા ઉપલબ્ધ છે.

દરેક ફ્લેટ સાથે બે પાર્કિંગ સ્થાન ફાળવવામાં આવ્યા છે, જેમાં એક બેઝમેન્ટ અને બીજું ગ્રાઉન્ડ ફ્લોર પર છે. સંકુલના આંતરિક રસ્તાઓ RCC માળખામાં તૈયાર કરવામાં આવ્યા છે.

પરિસર હરિત અને પર્યાવરણમૈત્રી રહે તે માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અને 600 નવા વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.


આંતરિક રૂપરેખા અને ડિઝાઇન

દરેક માળે બે આવાસ છે. પ્રવેશદ્વાર પરથી વેઇટિંગ એરિયા, પછી ઓફિસ-કમ-રીડિંગ રૂમ, વિશાળ ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ સાથેનું કિચન અને ત્રણ બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ સાથે ડ્રેસિંગ એરિયા અને એટેચ બાથરૂમ છે, જ્યારે અન્ય બેડરૂમમાં વોર્ડરોબ અને વોશરૂમની સુવિધા છે. સર્વન્ટ રૂમ માટે અલગ પ્રવેશ આપ્યો છે જેથી રહેવાસીઓને ગોપનીયતા જળવાય.


પ્રોજેક્ટનો ઇતિહાસ અને ભવિષ્યની યોજના

ગાંધીનગરમાં નવા ધારાસભ્ય નિવાસની યોજના પાંચ વર્ષ અગાઉ તૈયાર કરવામાં આવી હતી. જૂના ક્વાર્ટર્સને તોડી 9 માળના 12 ટાવરવાળો સંકુલ ઊભું કરાયું છે. ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધવાની શક્યતા હોવાથી હાલની સંખ્યા 182 હોવા છતાં કુલ 216 ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ