Gujarat Congress: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના તમામ મતદારો અને કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
લોકશાહીના પર્વમાં મતદારોની ભાગીદારી
ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરનાર તમામ ભાઈ-બહેનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહીને જીવંત રાખવા માટે નાગરિકોની જાગૃતિ અનિવાર્ય છે.
આ પણ વાંચો: 27 એપ્રિલે 9 રાજ્યોમાં મચશે ભારે તબાહી! : 75ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું, ત્રાટકશે વીજળી
સત્તાપક્ષ અને તંત્ર સામે આકરા પ્રહાર
અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતાની સાથે જ સત્તાધારી પક્ષ (ભાજપ) દ્વારા અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ દ્વારા ગુજરાતની અસ્મિતાને કલંક લાગે તેવા કૃત્યો કરવામાં આવ્યા. પોલીસ અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરી ધાકધમકી અને ગેરબંધારણીય રીતે કામગીરી કરવામાં આવી. ગુંડાગર્દી દ્વારા લોકશાહીના મૂલ્યોને જોખમમાં મૂકવાનો પ્રયાસ થયો, જે અત્યંત ગંભીર બાબત છે.
કોંગ્રેસના કાર્યકરોને 'અડીખમ યોદ્ધા' ગણાવ્યા
પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને તંત્રના દબાણ છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો જે રીતે મક્કમતાથી લડ્યા, તેના અમિત ચાવડાએ મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તમામ પ્રકારના દબાણો અને ધાકધમકીઓનો સામનો કરીને કોંગ્રેસના સાથીઓઅડીખમ યોદ્ધાની જેમ મેદાનમાં ટકી રહ્યા, તે ખરેખર અભિનંદનને પાત્ર છે." અંતમાં, તેમણે ફરી એકવાર ગુજરાતના તમામ જાગૃત મતદારોનો આભાર માની લોકશાહીના રક્ષણ માટે લડત ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ પણ વાંચો: મહુવામાં ચૂંટણીના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ : એસ.ટી. સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા





