ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ પ્રેદશ પ્રમુખનો પદગ્રહણ કર્યો છે. AICCના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નવનિયુક્ત નેતા ડો તુષાર ચૌધરી તેમજ પક્ષના વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યાં હતા.
ભદ્રકાળી માતાના દર્શન કર્યાબાદ પદગ્રહણ કર્યો
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન અને આશીર્વાદ મેળવ્યાબાદ રેલી સ્વરૂપે ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરીને પ્રદેશ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે તેમણે પદગ્રહણ કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
''કોંગ્રેસને સત્તામાં લાવવાનો સંકલ્પ નથી, પરંતુ...''
અમિત ચાવડાએ કહ્યું કે, ''કોંગ્રેસને સત્તામાં લાવવાનો સંકલ્પ નથી, પરંતુ ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે તેને ઉખાડી ફેંકવાના સંકલ્પ માટે આજે આપણે ભેગા થયા છીએ''. તેમણે વધુમાં કહ્યું કે, ''ગુજરાતમાં ખેડૂતો, આપણે જગતનો તાત કહીએ પરંતુ ત્રણ દાયકાના શાસનમાં ખેડૂતોની આવત બમણી કરવાના સંકલ્પ બતાવવામાં આવ્યા પરંતુ ખેડૂત આર્થિત રીત બરબાદ છે દેવાદાર છે ત્યારે એ ખેડૂતોને ન્યાય મળે''.
રાજકીય વારસાને આગળ ધપાવનાર અમિત ચાવડા
અમિત ચાવડા રાજકીય વારસાવાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયના લોકસભા સાંસદ હતા અને તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ અમિત ચાવડા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા બને છે. તેમના પિતા અજીત ચાવડા પણ રાજકીય પ્રવૃત્તિથી સંકળાયેલા રહ્યા છે.
પ્રમુખપદ માટે હતી તીવ્ર સ્પર્ધા-
પ્રદેશ પ્રમુખ પદ માટે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સહિતના નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પણ અંતે અમિત ચાવડા પર ભરોસો મુકાયો. કોંગ્રેસ હાઈકમાન્ડે organizational experience અને સંગઠનશક્તિ ધ્યાનમાં લઇને તેમને પસંદ કર્યો.
છેલ્લાં 7 વર્ષમાં ત્રણ પ્રમુખ બદલાવ-
ગુજરાત કોંગ્રેસે છેલ્લા સાત વર્ષમાં ત્રણ પ્રદેશ પ્રમુખ બદલ્યા છે.
2021માં શહેર અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરાજય બાદ અમિત ચાવડાએ રાજીનામું આપ્યું હતું.
પછી જગદીશ ઠાકોર બનેલા, જેઓ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સ્થાને રાજીનામું આપવું પડ્યું.
2023માં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પરંતુ તાજેતરમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓના પરિણામો બાદ તેમણે પદ છોડ્યું.
કોંગ્રેસ માટે અગામી પડકારો
નવી નિયુક્તિઓ સાથે કોંગ્રેસ હવે 2027ની વિધાનસભા ચુંટણી અને પૂર્વાર્ધ ચૂંટણીમાં પોતાનું સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરશે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સામે પાર્ટીને પતનશીલ સ્થિતિમાંથી બહાર લાવવા અને વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાનો મોટો પડકાર રહેશે.
1995થી ગુજરાતમાં સત્તાથી દૂર છે કોંગ્રેસઃ
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

_537c4688-f542-4b29-93be-96fce9bfbc8f.jpg)




