Home Gujarat Amidst The Heat There May Be A Change In The Climate Of Gujarat

14 માર્ચથી ગુજરાતમાં પલટાશે વાતાવરણ : કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની ચોંકાવનારી આગાહી

14 માર્ચથી ગુજરાતમાં પલટાશે વાતાવરણ
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 03:54 AM IST

Gujarat weather: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ છે, પરંતુ આ આકરી ઉનાળાની વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા દેખાઈ રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં જ રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

વરસાદ કે ક્યારેક કરા પણ પડી શકે

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવાની સંભાવના છે. આના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટો-છવાયો વરસાદ કે ક્યારેક કરા પણ પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 18 માર્ચથી 25 માર્ચ સુધી મેડિટેરેનિયન સાગર વિસ્તારો (ઈરાન, ઈરાક, યુએઈ આસપાસ)માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમની અસર પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારત સુધી પહોંચી શકે છે, જેનાથી ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે.

હવામાન પરિવર્તનથી ખેડૂતોને ચિંતા

આ અચાનક હવામાન પરિવર્તનથી ખેડૂતોને ચિંતા છે, ખાસ કરીને કેરીના પાકને. હાલ કેરીના વૃક્ષોમાં મંજરી (ફૂલ આવવાની પ્રક્રિયા) ચાલી રહી છે, અને વધુ ભેજ કે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ આગામી દિવસોમાં હવામાન પર નજર રાખવી જરૂરી છે અને જરૂરી પગલાં લેવા જોઈએ.આવા અસ્થિર હવામાનમાં રાહત મળે કે નહીં તે જોવાનું રહેશે, પરંતુ અંબાલાલ પટેલની આગાહીઓ અત્યાર સુધી ઘણીવાર સાચી પડી છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now